તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોકડી ગામે PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુડા તાલુકાના ચોકડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિયમોનું ઉલ્લંઘન કરી મળતીયા લોકોને લાભ આપી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવાઇ છે. અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી તટસ્થ તપાસ હાથ ધરવાની માંગ કરી છે.

ચુડાના ચોકડી ગામના ઋતુરાજભાઈ લાલજીભાઈ રબારીએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે 9 જાન્યુઆરી 2018થી આજ સુધી ચોકડીમાં 33 લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરાયો છે. અને ચોકડી ગામમાં જ 80 ટકા જેટલાં મળતીયા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરાયો છે. જે લાભાર્થીઓને લાભ મળ્યો છે તેમાંથી અમુક લોકો 30થી 40 વીઘા જમીન ધરાવે છે. જ્યારે કેટલાક લોકોને દ્વિચક્રીય વાહનો પણ છે. અમુક લાભાર્થીના સંતાનો શિક્ષક છે તો અમુક રેલવેમાં ફરજ બજાવી રહ્યા છે. કેટલાક તો કિશાન કાર્ડ પણ ધરાવે છે. કેટલાય એવા લાભાર્થીઓ છે કે જેમનાં મકાન પહેલાંથી જ પાકા ચણતરના હતા પરંતુ અમુક લાંચીયા અધિકારીની રહેમ નજર હેઠળ બધું ગોઠવાયું હતું. જે લોકો રાજકીય સંબંધો ધરાવતા હોય અને 30 હજાર જેટલી રકમ લાંચ આપી શકતા હોય તેવા લોકોને લાભાર્થી બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...