ઊનાની આશ્રમ શાળામાં વાલીઓ પાસેથી ગેરકાયદેસર ફી ઉઘરાવાતી હોવાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકા દરીયાઇ કાંઠા વિસ્તારમાં ગરીબ પછાત વર્ગના લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા હોય અને આવા પરીવારના બાળકોને અભ્યાસ માટે સરકારી લાભ મળે તે માટે પ્રવેશ મેળવે છે.

જ્યારે સરકારી સમાજ કલ્યાણ સંસ્થા દ્વારા શાળામાં પ્રવેશ પ્રક્રીયા ચાલુ છે. ત્યારે આ શાળામાં સમાજ કલ્યાણ બક્ષીપંચ હેઠળ અનુદાનીત નિવાસ પ્રા.શાળા (આશ્રમ શાળા)માં વિનામુલ્યે બાળકોને પ્રવેશ આપવાના બદલે વાલીઓ પાસેથી ઉઘરાણુ કરવામાં અાવે છે. આ અંગે સૈયદ રાજપરા ગામે રહેતા જાગૃત નાગરીક ભરતભાઇ કામળીયાએ તેમજ ચા ની દુકાન ધરાવતા કિશનભાઇ કામળીયા તેવો પોતાના પુત્રને ધો. 3 માં પ્રવેશ મેળવવા માટે વેરાવળ રોડ પર આવેલ સરકારી અનુદાનીત નિવાસી પ્રા.શાળા(આશ્રમ શાળા)માં ગયેલ હતા.

જ્યા શાળામાં જતાં સંચાલક શાંન્તાબેનએ જણાવેલ કે બાળકોની ફી પ્રવેશ માટે ભરવાની રહેશે. અને બાળક એક વર્ષની ફી રૂ.14 હજાર જણાવેલ હતી. અને ફી ભર્યા પછી ભરેલ રકમની પહોચ આપશો ત્યારે સંચાલકે જણાવેલ કે તમારે પહોચની શું જરૂર છે.

તમારા બાળકને રહેવા જમવા સહીતની સારી સુવિધા મળશે, આવી સુવિધા સરકારી શાળામાં નહી મળે તેવું જણાવતા ગરીબ પરીવારનો વાલી આટલી મોટી રકમ સાંભળી પરત જતાં રહ્યા હતા. આમ સરકારી સંસ્થાના નામે ચાલતી અને સરકાર દ્વારા ફી સુવિધાના નામે ગરીબ વાલીઓ પાસે એક વર્ષની આટલી મોટી રકમ વસુલી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

પહોંચનાં રૂપે માત્ર કાગળની ચિઠ્ઠી
સૈયદ રાજપરાનાં જીવનભાઇ પાલધીયાએ જણાવેલ કે મારી બે પુત્રી ધો.1 અને ધો.3 માં અભ્યાસ કરે છે. તેની ફી એક વર્ષની 7 હજાર ભરી છે. તે ફી ની પહોચ માત્ર એક કાગળ ચિઠ્ઠી બનાવી આપી છે. અને તમને જ્યારે પૈસાની સગવડ પ્રમાણે હપ્તા સીસ્ટમ પ્રમાણે ફી ની રકમ ભરૂ છુ.

સંચાલકો દ્વારા કોઇ જવાબ મળતો નથી
આશ્રમ શાળાનાં સંચાલકોનો સંપર્ક કરાતા તેઓને ફી બાબતે પુછતા તેમની પાસેથી કોઇ યોગ્ય જવાબ મળવા પામ્યો ન હતો.

છોકરાની 14, છોકરીની 7 હજાર ફી ?
વાલીઅો અનુદાનીત નિવાસી પ્રા.શાળાનો રૂબરૂ મુલાકાત લીધેલ ત્યારે સંચાલક દ્વારા જણાવેલ પુત્રની ફી રૂ.14 હજાર અને પુત્રી માટેની ફી રૂ. 7 હજાર અેક વર્ષની છે. તેવુ વાલીઅો પાસેથી જાણવા મળેલ હતું.

મારી પાસે કોઇ ફરિયાદ આવી નથી
સમાજ કલ્યાણ અધિકારી પી.એમ.ભટ્ટે જણાવેલ કે સમાજ કલ્યાણ ખાતુ બક્ષીપંચ હેઠળ ધો.1 થી 8 ના બાળકોને રહેવા જમવા તેમજ અભ્યાસ માટેની તમામ સુવિધા સરકાર દ્વારા ફ્રી માં અપાય છે. 1 બાળક દીઠ મહીને 1500 સરકાર આપે છે. ઉપરાંત શિક્ષકોને પગાર પણ સરકાર આપે છે. અનુદાનીત નિવાસ પ્રા.શાળામાં ફ્રી લેવાતી હોય તે બાબતે ફરીયાદ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...