તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાસચારાની અછતથી સિહોર તાલુકામાં પશુપાલકો ચિંતિત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર તાલુકામાં સતત બે �ત્રણ વર્ષથી સાવ ઓછા વરસાદથી પાણીની અને ઘાસચારાની તીવ્ર મુશ્કેલી ઉભી થવા પામેલ છે. સિહોર તાલુકાના તળાવો, ચેકડેમો ખાલી ખમ્મ થઇ ગયા છે. પશુપાલકો અને ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. અને અત્યારે સૌથી વિકટ પરિસ્થિતિ પશુઓની હોય, વન વિભાગ દ્વારા પશુપાલકોને વહેલામાં વહેલી તકે સરકારી ગોડાઉનમાંથી ઘાસનું વિતરણ કરવાની માંગ ઊઠી છે.

ગત વરસે પણ ચોમાસુ નિષ્ફળ ગયું હતું. છેલ્લા બે વર્ષથી લોકોએ પાણીની તીવ્ર હાડમારી ભોગવી હતી. જયાં માનવીને પાણીની આટલી સમસ્યા નડતી હોય ત્યાં પશુ�ઓની તો શું વાત જ કરવી ? અને પાણીની ગંભીર સમસ્યા હોય તો પછી ઘાસચારાની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે એ પણ કલ્પનાતીત છે! હાલમાં સુકી કડબનો એક મણનો ભાવ 200 થી 250 રૂપિયા, લીલી જારનો એક મણનો ભાવ 70 રૂપિયા અને આગળાનો એક મણનો ભાવ 60થી 65 રૂપિયા છે. આ ભાવ પશુપાલકોની આર્થિક કમર તોડી નાખે એવા છે.

હાલમાં પશુ�ઓના દૂધ પણ ઘટી જતા હોય છે. જેને કારણે પશુપાલકોને ગમે તેમ કરીને પણ પોતાના અબોલ અને મુંગા પશુ�\\\"ને બચાવવા માટે ગમે ત્યાંથી નીરણ લાવવી પડે છે. અને ઘણી વાર તો પૈસા આપતા પણ નીરણ મળતી નથી. જેને કારણે પશુપાલકોને હિજરત કરવાની નોબત આવી છે. સિહોર તાલુકામાં હાલમાં પીપરલા-1 ,થાળા-2 અને સણોસરા-1 , ઉમરાળા - 1 સરકારી ગોડાઉન આવેલ છે. તેમાંથી પશુપાલકોને વહેલામાં વહેલી તકે ઘાસચારાનું વિતરણ કરવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

સરકારી ગોડાઉનમાંથી ઘાસનું વિતરણ કરવામાં નહીં આવે તો પશુપાલકોની હાલત �ઓર દયનીય બની જશે.

કલેકટરના આદેશ મુજબ વિતરણ થશે
સિહોર શહેર અને તાલુકાના ગામડા�ઓમાં પશુપાલકોને સરકારી ગોડાઉનમાંથી ઘાસ વિતરણ કરવા માટે કલેકટરનો આદેશ આવે તો જ ઘાસ વિતરણ ચાલુ થશે. હાલ ઘાસ વિતરણનું કોઇ આયોજન નથી. એસ.આર.ત્રિવેદી, આર.એફ.�ઓ. સિહોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો