તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં ચાલતી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ સપ્તાહમા ભક્તોની ભીડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદમા પાળીયાદ રોડ ઉપર પાંચપડા ભરતનગર સોસાયટીમા આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે તા.11/4/19 થી 19/4/19 દરમ્યાન શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ સપ્તાહ ચાલી રહી છે. આ સપ્તાહમા વ્યાસપીઠ ઉપર ભરતદાસ બાપુ નાનીવાવડી વાળા બીરાજી પોતાની આગવી શૈલીમા વાજીંત્રો સાથે કથાનુ રસપાન કરાવી રહ્યા છે. આ કથામા આવતા ધાર્મિક પ્રસંગોનુ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવે છે. કથાનુ આયોજન મંદિરના પૂજારી રાજુબાપુ કુબાવત, ભીડભંજન મહિલા સત્સંગ મંડળ તેમજ ભરતનગર અને પાંચપડા સોસાયટી ના રહીશો દ્વારા કરવામા આવ્યું છે. આ કથા બપોરના 3 થી 6 અને રાત્રીના 9 થી 12 કલાક દરમીયાન ચાલે છે. જેમા આજુબાજુની સોસાયટીના ભક્તો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી કથાનો લાભ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...