તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકામાં રામનવમીએ દ્વારકાધીશના પટરાણી રાજેશ્વરી રુક્મિણીનો વરઘોડો નીકળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના મુખ્ય પટરાણી રાજેશ્વરી રૂકક્ષમણીના તા.14 એપ્રિલના રોજ રામનવમીના દિવસે વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.રવિવારના રોજ ગુગ્ગળી જ્ઞાતિ બ્રહ્મપુરી નં.1માં સાંજે 6.30 કલાકે સાંજીના ગીત તથા રાત્રીના 10.30 કલાકે લેઉવા પટેલ સમાજ ભવન દ્વારકા ખાતે સંગીત સંધ્યા યોજાશે.ત્યાર બાદ સાંજે 7 વાગ્યે જગતમંદિરથી બેન્ડવાજા સાથે વાજતે ગાજતે વરઘોડો નિકળશે.

રામનવમીના દિવસે પવિત્ર દ્વારકામાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.દ્વારકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.તેમજ સોમવારના દિવસે રૂક્મણી મંદિરે સવારે ગ્રહશાંતી તથા સવારે 12 કલાકે છપ્પનભોગ મનોરથ દર્શન યોજાશે.ત્યારબાદ સાંજના 7 વાગ્યે જગતમંદિરથી રૂક્ક્ષમણીજી વરઘોડો નિકળશે.આમ દ્વારકામાં રામનવમીના દિવસે શ્રેણીબધ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમોમાં તમામ ભાવિકભક્તોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.રામનવમિના દિવસે દ્વારકામાં હજારો યાત્રીકોનું ઘોડાપુર ઉમટી પડશે.અને વરઘોડામાં ઉમંગભેર ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...