તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામનવમીના સિહોરમાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરબ્યુરો ઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સિહોર પ્રખંડ દ્વારા દર વર્ષની માફક આ વરસે પણ રામનવમીના દિવસે તા.14/4ને રવિવારે સવારે 9 કલાકે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા સવારે 8:30 કલાકે પૂ.પાબુજી મહારાજના મંદિરેથી ધામધૂમપૂર્વક બેન્ડવાજા, ભજન મંડળી તેમજ અખાડા અને જુદા-જુદા ફલોટ સાથે પ્રસ્થાન કરશે.

આ શોભાયાત્રા વડલા ચોક, ભુતા હોસ્પિટલ, પંચમુખા મહાદેવ, હેરાન ચોક, વોરા બજાર, દાણાપીઠ, મોટાચોક, ખારાકૂવા ચોક, વખારવાળો ચોક, શાકમાર્કેટ, તમાકુ બજાર, કંસારા બજાર, સુરકા દરવાજા, નદીના રસ્તે, ટાણા ચોકડી, બસ સ્ટેન્ડ, વડલા ચોક, સ્ટેશન રોડ થઇ પૂ.પાબુજી મહારાજના મંદિરે વિશ્રામ લેશે. ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...