લીંબડીના રળોલના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

Limbadi News - rambol young man dies after drowning in lake 065144

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:51 AM IST
લીંબડી તાલુકાના રળોલના ઈસુબભાઈ અબ્દુલભાઈ ફકીર ખેતરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગામ વચ્ચે આવતાં તળાવમાં હાથ-પગ ધોવા ગયા હતા. જ્યાં તળાવના કાદવમાં અચાનક પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેઓ સાંજે ઘરે પાછા નહીં ફરતા ગ્રામજનોએ શોધખોળ હાથ ધરતા ઈસુબભાઈ ફકીરનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. આથી મૃતકના પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પાણશીણા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

X
Limbadi News - rambol young man dies after drowning in lake 065144

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી