તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનકેશ્વર મંદિરે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાદનપર ગામે પ્રસિધ્ધ કનકેશ્વર મહાદેવ મંદિરે કથાનો પ્રારભં તા.15 ફેબ્રુ.ના અને કથાની પૂર્ણાહુતી તા.23ના કરવામાં આવી હતી. જેમાં પોથીયાત્રાના મુખ્ય યજમાન બળદેવભાઈ પોપટભાઇ ભીમાણી, શોભા યાત્રા તપોવન ભોજનાલયથી શ્રીરામ મંદિર અને કનકેશ્વર મહાદેવ મંદિર સુધી કથા મંડપમાં પોથી પધરામણી કરી હતી. બાદનપર ગામે કનકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કર્યું હતું. કથાના મુખ્ય આયોજક 1008 ખાખી પ્રભુદાસ મહારાજ દ્વારા કરી હતી અને કથાકાર શાસ્ત્રી જનક મહારાજ મહેતા શ્રીમદ્દ ભાગવત, દેવિભાગવત રામાયણ, શિવપુરાણના સંગીતમય કથાકારે શ્રી રામ કથાનું એક સપ્તાહ સુધી રસપાન કરાવ્યું હતું. કથાકાર દ્વારા છેલ્લા દિવસે કનકેશ્વર મહાદેવજીનું વિધીવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કથામાં ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જોડિયાના ચિરાગભાઈ વાંક, પ્રકાશભાઈ બપોલિયાએ પૂજન અર્ચન કર્યા હતાં.કથામાં મોટી સંખ્યામાં ભક્તો કથા શ્રવણ કરવા ઉમટી પડયા હતા. મહાપ્રસાદનું આયોજન કરાયંુ હતું. કથામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું. બાદનપરના મહિલા સરપંચ અને તેમના પરિવારે સેવાઓ આપી હતી.

શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

હાલારમાં ધુળેટીની ઉજવણી આનંદ- ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે ત્યારે ધુળેટીના દિવસે ખંભાળિયા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ખાસ વાઘા દર્શન યાેજવામાં આવ્યા હતાં અને દર્શનનો લાભ લેવા માટે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં. } તસવીર : હસીત પોપટ

વગર જતો હોય, કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે ને પગલે મહિલાની તાતી જરૂરિયાત રહે છે અને આ એક સત્ય હકીકત છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે, કેમ કે ભગવાનને પણ દુનિયામાં જન્મ લેવા માટે એક “માતા” ની જરૂર પડે છે. તો આપણે માનવી તો ઘણી દૂરની વાત છે. આવા નારીઓ માટેનાં પવિત્ર દિવસે ગંગોત્રી સ્કૂલ દ્વારા મહિલાઓને મોં મીઠુ કરાવીને સ્કૂલ દ્વારા મહિલાઓનું સન્માન કરી મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


ધોરાજી : ધોરાજીમાં ઈસ્લામ ધર્મ ના ચોથા ખલીફાના જન્મ દિવસ વિલાદત નિમીતે યા મૌલા અલી ગૃપ અને  દરેક સાદાતે ઈકરામ, આલીમે દીન,  ઉલમા એ કીરામ ની રાહબરી હેઠળ શાનદાર શહેરી જુલુસ નૂ આયોજન કરાયૂ હતૂ શહેરી જુલુસ ઝૌહર ની નમાઝ બાદ બપોરે 4 વાગ્યે અરબીયા હોટલ ખાતે થી નીકળી શહેર ના મુખ્ય માર્ગો પર ફરી સાંઈ બાવા ચોક ખાતે પૂર્ણ થયેલ હતું બાવાગોર ચોક માં સામુહિક નમાઝ તથા નિયાજ નો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો.


ધોરાજીમાં જુલૂસ નીકળ્યું 

ગોંડલ : સવારથી જ ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી થઇ રહી છે ત્યારે માં ગોંડલ માં સવાર થી શહેરની સોસાયટીઓમાં બાળકોથી લઇ વૃદ્ધો દ્વારા રંગબેરંગી કલરો સાથે ધૂળેટી રમવાનો આનંદ માણી રહ્યા છે અમુક સોસાયટીઓ માં ડી.જે. સાથે રેઇન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે.


ગોંડલમાં રેઇન ડાન્સનો લોકોએ આનંદ માણ્યો


જસદણ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીપુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં ધુલેટીના દિવસે બપોરે ફૂલડોલ ઉત્સવના દર્શન યોજાયા હતા. આ પ્રસંગે મુખ્યજી ઘનશ્યામભાઈ જોશી દ્વારા ઠાકોરજી શ્રી બાલકૃષ્ણલાલજીને અને શ્રી ગોવર્ધનનાથજીને કેસુડાનું પાણી, અબીલ, ગુલાલ, ફુલ વગેરે દ્વારા ખેલાયા હતા. બાદ બાળકો, મહિલાઓ અને વડીલો તમામ વૈષ્ણવો પણ રંગે રમ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હોલી ખેલ, ઠાકોરજીના દર્શનનો આનંદ માણ્યો હતો અને ફૂલડોલના દર્શન બાદ આરતી યોજાઈ હતી.


જસદણમાં ગોવર્ધનનાથજીની હવેલીમાં ભવ્યતાથી ફૂલડોલ ઉત્સવ ઉજવાયો


તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

edtrajkot@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપો

બ્યુરો અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ, 2જો માળ, આશાપુરા ટાવર, નવા બસસ્ટેન્ડની સામે, સનાળા રોડ, મોરબી

ગોંડલ : ગોંડલ રાજવી કાળના નવલખા પેલેસ પાસે ગોંડલી નદી ના કિનારે આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે હોળી ધુળેટી પર્વ ઉજવવા માં આવ્યો હતો , મહાદેવજી ને રંગબેરંગી કલર થી શણગાર કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા હતા.

ગોંડલી નદી કિનારે આવેલ પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરે ધુળેટી પર્વ ઉજવાયો


ગોંડલ : સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 મી માર્ચનાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યામાં સ્ત્રીનું સ્થાન રહેલુ છે. સ્ત્રીઓનાં વિકાસ માટે લોકજાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો છે. ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની “માં” માટે શુભેચ્છા કાર્ડ બનાવ્યું હતું જેમાં “માં” નું પોતાના જીવનમાં રહેલ મહત્વ દર્શાવતું આ કાર્ડ “વુમન્સ ડે” ના દિવસે સવારે વિદ્યાર્થીએ સરપ્રાઈઝ રૂપે પોતાની માતાને આપ્યું હતું. જયારે સ્કૂલ દ્વારા મહિલા શિક્ષીકા બહેનો તેમજ સ્કૂલ સાથે જોડાયેલ દરેક વિભાગના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ, તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં વુમન્સ ડેની ઉજવણી કરાઇ

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના સેવાભાવી યુવાનોની વર્ષોથી ચાલતી સેવાની જ્યોત દરેક તહેવાર દરિદ્ર નારાયણની સાથે ઉજવવાની પરંપરા આ હોળી-ધુળેટીમાં પણ સતત ચાલુ રાખી પાનેલી તેમજ આસપાસના ગામોમાં બહારથી આવેલા મંજુર પરિવારોને ખજૂર, ધાણી, દાળિયા, પતાસાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અંદાજે બસો જેટલાં ગરીબ પરિવારોને આ લ્હાણી અર્પિત કરી આ યુવાનોએ ભગવત શ્રી નારાયણના ચરણોમાં આ સેવા સમર્પિત કરી ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો કે આવા કાર્યોમાં તેમને નિમિત્ત બનાવ્યા, આ યુવાનો વર્ષોથી હિન્દૂ મુસ્લિમના દરેક તહેવાર ઉત્સવમાં ગરીબ લોકો વચ્ચે પહોંચી પ્રસંગની ઉજવણી કરે છે. જેનાથી આ પરિવારના બાળકો અનહદ ખુશ થાય છે અને તે ખુશી એટલે સાક્ષાત ભાગવત નારાયણની ખુશી એવુ ફલિત થાય છે. પરિવારના સભ્યો પણ ભારે ખુશ થાય યુવાનોને આશીર્વાદ આપે છે. આ ભગવદીય કાર્યમાં આસિફ મેર, વિજય પરમાર, પ્રફુલ ફિનડોરીયા, જીતેન્દ્ર વગેરે યુવાનોઓએ સાર્થક સેવા અર્પિત કરી હતી.


મોટી પાનેલીના સેવાભાવી યુવાનોએ ધુળેટી પર્વમાં મજૂર પરિવારોને ખજૂર વિતરણ કર્યું


મોરબી : મોરબી શહેરનાં શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક દ્વારા તબીબી પ્રેક્ટીસ સાથે સામાજીક જવાબદારી નુ હરહંમેશ વહન કરતા ડો. ભાવેશ ઠોરીયા દ્વારા જન્મજાત ત્રાસી કે એક બાજુ નમેલી ડોક ધરાવતા બાળકોની સોશિયલ મિડીયા ના માધ્યમ થી નિઃશુલ્ક નિદાન કરાશે. વધુ મા ડો.ભાવેશ ઠોરીયા એ જણાવ્યુ છે કે પ્રવર્તમાન સમય મા નવજાત શિશુઓ મા ત્રાસી કે નમેલી ડોક હોવાનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેને મેડીકલ ની પરિભાષામા Torticolis કહે છે. જે તકલીફ સામાન્ય રીતે બાળક ૩ થી ૪ મહીના નુ થાય ત્યારે નજરે પડે છે. જો આ તકલીફ ની સમયસર નિદાન કરવા મા ન આવે તો બાળક ના ચહેરાના એક બાજુ ના સ્નાયુઓ નો પુરતો વિકાસ થતો નથી તેમજ આંખ પર પણ તેની અસર જોવા મળે છે, પરંતુ આ તકલીફ ની સમયસર નિદાન કરવા મા આવે તે સચોટ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. બાળક મા રહેલી આ ખામી દુર કરવા શાંતિ ફીઝીયોથેરાપી દ્વારા સ્તુત્ય પગલુ લેવા મા આવ્યુ છે. ૩ થી ૬ મહીના ના બાળકો મા જો આ રીત ની તકલીફ હોય તો બાળક ને બેસાડી તેની ડોક તથા ચહેરા નો આગળની બાજુએથી તથા પાછળની બાજુએથી ફોટો પાડી વોટ્સએપ કરવા જણાવ્યુ છે. બાળકને વોટ્સએપના માધ્યમથી વિનામુલ્યે નિદાન કરાશે. જરૂર પડ્યે વિડીયો કોલીંગ અથવા બાળક ને રૂબરૂ તપાસી વિનામુલ્યે નિદાન કરાશે તેમ અંત મા જણાવ્યુ છે.

મોરબીમાં ત્રાસી ડોકવાળા બાળકોનું નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું


મોરબી : ટંકારા તાલુકાનાં નસીતપર ગામમાં પાટીદાર ગ્રૂપ દ્વારા આગામી 5મી એપ્રિલથી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ માં.ભાગ લેવા માંગતા પ્લેયરોએ 25મી માર્ચ પહેલા ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આયોજક શૈલેષભાઇ, વશરામભાઈ તેમજ ગૌતમભાઈનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ટંકારાના નસીતપરમાં રાત્રીપ્રકાશ ઓપન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું


ગોંડલ : લોકો દ્વારા સંતાનોના જન્મ દિને ઝાકમઝોળ અને તાહિરા કરી ફાલતુ ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે ગોંડલ તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા બી. જે. ચુડાસમા દ્વારા પુત્ર મિતરાજસિંહ ભરતસિંહ ચુડાસમા જન્મદિને કોઈ જ ફાલતુ ખર્ચ કરવાના બદલે પૌત્રના હસ્તે બોલબોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધારો તેમજ ગરીબો ને ભોજન આપી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.

ગોંડલ મામલતદારે પુત્રના જન્મદિને ગરીબોને તેમજ નિરાધારોને ભોજન કરાવ્યું

વીરપુર : પ્રેરણા પ્રાથમિક શાળા વિદ્યાની સૌરભ પ્રસરાવે છે નર્સરી થી પાંચમા ધોરણ સુધીની આ શાળાનો શનિવારે સાંજે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.વીરપુર ગામના શિક્ષણવિદોના હસ્તે દીપજ્યોત પ્રગટાવી શાળાના એચ.કેજી.ના ભૂલકાઓએ સરસ્વતી વંદના કરી હતી ત્યારે બાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ અભિનય રજૂ કર્યા હતા, ગુજરાતી,પંજાબી, રાજસ્થાની વગેરે રાજ્યોની સંસ્કૃતિના અભિનયો પણ વિદ્યાર્થીઓએ તેમજ નાના ભૂલકાઓએ રજૂ કરી અફલાતૂન વાતાવરણ સર્જાયું હતું.

વીરપુર જલારામધામમાં પ્રેરણા પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો

મોરબી : મોરબીના રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી દેવીનાં શિષ્યા બાળ વિદુષી રતનબેનનાં વ્યાસપીઠ પદે સુરેન્દ્રનગર નાં વાદીપરા વિસ્તારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા 7મી.માર્ચથી 15મી માર્ચ સુધી ચાલશે કથા દરમિયાન 51 જેટલા હિન્દૂ મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્સવ પણ યોજાશે.

મોરબીના રામધન આશ્રમના મહંતના શિષ્યાએ ભાગવત કથામાં રસપાન કરાવ્યું


મોરબી : હોળીના પવિત્ર દિવસે અમદાવાદ ચાંદલોડિયાથી નીકળેલ વિરાટ વિશ્વકર્મા એકતા રથ મોરબી પહોંચ્યો હતો. ત્યારે ભગવાન શ્રીવિશ્વકર્મા દાદાની રથયાત્રામાં સમગ્ર લુહાર તથા સુથાર જ્ઞાતિના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ વિશાળ રથયાત્રામાં જોડાણા. જ્ઞાતિની દીકરીઓ દ્વારા દાદાના સામૈયા, આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા એકતા માટેની હતી જે મોરબીથી રાજકોટ અને અંતે મજેવડી દેવતણખી દાદાના ધામ પહોંચવાની હતી.


મોટી પાનેલી : મોટી પાનેલીની બાલકૃષ્ણલાલજી હવેલી ખાતે ધુળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવ વૈષ્ણવોની હાજરીમાં હવેલીના મુખિયાજી હરેશ અદા ઠાકરના સાનિધ્યમાં સંપન્ન થઇ હતી. જેમાં વૈષ્ણવોએ આ ફૂલનો ઉત્સવ માં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.


મોટી પાનેલી હવેલીમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો

જેતપુર : વિરાટ વિશ્ર્વકર્મા એકતા સમિતિ અંતર્ગત સતત ત્રીજા વર્ષે અમદાવાદ ચાંદલોડીયા વિશ્ર્વકર્મા મંદિરથી જુનાગઢ સ્થિત દેવતણખીબાપાના ધામ મજેવડી મુકામે વિશ્ર્વકર્મા રથયાત્રાનુ તા-૦૮/૦૩/૨૦૨૦ થી ૧૦/૦૩/૨૦૨૦ના રોજ કરવામા આવ્યુ. જે અંતર્ગત ચાંદલોડીયાથી આ રથયાત્રાનુ પ્રસ્થાન વિરાટ વિશ્ર્વકર્મા એકતા સમિતિના પ્રમુખ રાજેશભાઇ પંચાલ દ્વારા કરાવામા આવ્યુ હતુ. જેમા આ રથયાત્રામા વેજલપુર, ભારતી આશ્રમ સરખેજ, સાણંદ, હાંસલપુર, લખતર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, મોરબી, રાજકોટ, ગોંડલ, જેતપુર, જુનાગઢ અને ત્યાથી દેવતણબાપાના ધામ મજેવડી મુકામે રથયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ. આ રથયાત્રામા દરેક સ્થળે વિશ્ર્વકર્મા સમાજના પાંચ પુત્રો લુહાર, સુથાર, કડિયા, પ્રજાપતિ (કુંભાર), સોની/કંસારાની એક સભાનુ આયોજન કરી નાના નાના ટુકડા અને નાના સંગઠનોમા વિખરાયેલા સમાજને એક કરી શિક્ષણ, ઉદ્યોગ-ધંધા અને સામાજિક એકરુપતા લાવવા માટેના પ્રયત્નો કરવામા આવ્યા હતા. દરેક જગ્યા એ ઠેરઠેર વિશ્ર્વકર્મા સમાજના પાંચેય પુત્રો દ્વારા શોભાવૃદ્રિ માટે ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. દરેક માટે ચા, કોફી, ઠંડા પીણા અને નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા કરવામા આવી હતી. વિશ્વકર્મા દાદાનો રથ જેતપુર શહેરમાં આવતા સમસ્ત વિશ્વકર્મા સમાજ તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા વિશ્વકર્મા દાદાની મહાઆરતી બાદ બુલેટ રેલી, તેમજ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતુ. દરેક જગ્યાએ સમાજની એકતા, અખંડિતતા જળવાઈ રહે અને એક બનો નેક બનોની વાત સમજાવી હતી. જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર પૂર્વ કેબિનેટ મંત્રી જસુમતીબેન કોરાટ, કિશોરભાઈ શાહ, રમેશભાઈ જોગી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેતપુરમાં આયોજનને સફળ બનાવવા સમસ્ત વિશ્વકર્મા સમાજ - જેતપુર, લુહાર સમસ્ત ટ્રસ્ટના નેજા હેઠળ પ્રમુખ મહેશભાઈ ડોડીયા, ઉપપ્રમુખ મિતેષ ચૌહાણ, જયેશ ગોહેલ, પ્રકાશ પરમાર, લલિત પરમાર, આશિષ ઉમરાળિયા, અમિત મકવાણા, આશિષ મકવાણા, મનીષ કવા તેમજ સાથો સાથ મેવાડા સુથાર સમાજના વિજયભાઈ પીપળીયા, જયેશભાઈ પીપળીયા, ભરતભાઈ પીપળીયા, ગુર્જર સુથાર મજોગઠીયા સમાજના નિતેષભાઈ ગજ્જર, નિલેશ ગજ્જર, પ્રજાપતિ કુંભાર સમાજના વિપુલ સંચાણીયા, અજય સંચાણીયા, કડિયા સમાજના કિશોરભાઈ મારુ, મનસુખભાઈ ગરનારા, નિલેશભાઈ મારુ તેમજ સમસ્ત વિશ્વકર્મા સમાજના લોકોએ ભારે જહેમત ઊઠાવી હતી.


જેતપુરમાં વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા વિશ્વકર્મા દાદાની રથયાત્રા યોજાઇ

ગોંડલ : ફાગણી પૂર્ણિમા નિમિતે હોળીનું સોમવારે પ્રાગટ્ય થયું હતું.ગોંડલ માં વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ ધાણી- શ્રીફળની સાથે કપૂર,ઈલાયચી,લવિંગ,જાવંત્રી પણ હોમી હતી.


ગોંડલમાં વિવિધ વિસ્તારમાં હોલિકા દહન

| 2

રાજકોટ } ગુરુવાર, 12 માર્ચ, 2020

સૌરાષ્ટ્ર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો