તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળ શહેરમાં રામ નવમીની ઉજવણી થશે, 25 ફલોટસ જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ | માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તેમજ શ્રીરામ ધુનમંડળ દ્વારા રવિવારે સમગ્ર હિન્દુ સમાજનાં આરાધ્યદેવ પ્રભુ શ્રીરામનાં પ્રાગટ્યોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ૨૫ જેટલા કલાત્મક અને આકર્ષક ફલોટસ સાથે વિવિધ સંગઠનો શોભાયાત્રામાં જોડાશે. રામનવમીના દિવસે બપોરે 4.30 વાગ્યે બહારકોટ ખાતે હરિકિર્તનાલય ધૂન મંડળથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર નીકળશે. જેમાં રામ પારાયણ સમિતિ તથા શ્રોતાઓ પોથી સાથે જોડાશે. કેસરી સાફામાં સજ્જ જુદા જુદા સંગઠનો, જ્ઞાતિ તેમજ યુવક મંડળો જય શ્રી રામના નારા સાથે ઉમટી પડશે. રામ પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી માટે બપોર બાદ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાશે. આ પ્રસંગે શહેરના સમાજની દરેક ધાર્મિક, સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, આગેવાનો, વેપારી એસો., ભાઈઓ, બહેનોને સહભાગી થવા વિ.હિ.પ.ના સોમનાથ જિલ્લાના મહામંત્રી વિનુભાઈ મેસવાણીયાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...