તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામંુ આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જીલ્લામાં ભાજપ અને કોંગ્રેસમાં પ્રથમ હરોળના નેતાઓ ભલે અકબંધ હોય પરંતુ બીજી હરોળના નેતાઓની એકબીજાના પક્ષમાં ઠેકાઠેકી ચાલી રહી છે. કોઇ ભાજપ છોડી કોંગીમાં જોડાઇ રહ્યુ છે તો કોઇ કોંગીમાંથી ભાજપમાં. હવે રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિપકભાઇ જાલંધરા અને પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ બાબુભાઇ જાલંધરાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. બાબુભાઇએ ભાજપને ખુલ્લુ સમર્થન પણ જાહેર કરી દીધુ હતું.

બાબુભાઇ જાલંધરા 30 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત હતાં. તેમણે અને તેમના પુત્ર દિપકભાઇએ રાજીનામા માટે તેમની સતત અવગણના કરાઇ હોવાનું અને ગાંધીનગરમાં પરેશભાઇ ધાનાણીને મળવા ગયા ત્યારે અપમાનીત કર્યા હોવાનું બહાનુ આગળ ધર્યુ હતું. ગઇકાલે આહિર સમાજની વાડીમાં બોલાવાયેલી આહિર સમાજની બેઠકમાં સૌ પ્રથમ તેમણે કોંગ્રેસમાં રાજીનામાની જાહેરાત કરી હતી અને બાદમાં બેઠકમાં તેમણે ભાજપને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

બરાબર મોદીની સભા પહેલા જ કોંગ્રેસમાંથી તાલુકા કક્ષાનાં આગેવાન પક્ષ છોડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...