Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજુલા પાલિકામાં સામાન્ય સભા મળી : સમસ્યા અંગે ચર્ચા કરાઇ
રાજુલા નગરપાલિકામાં આજે પ્રમુખ કનુભાઈ ધાખડાની અધ્યક્ષસ્થામાં સામાન્ય સભા મળી હતી. અહી 10 સભ્યોની ઉપસ્થિતિમાં શહેરમાં વિકાસ અને લોકોની સમસ્યા અંગે ચર્ચા કરાઇ હતી. રાજુલા પાલિકામાં આજે પ્રમુખ કનુભાઈ ધાખડાની અધ્યક્ષસ્થામાં સામાન્ય સભા મળી હતી. અહી અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરમાં વાવેલા વૃક્ષોની નિયમિત પાણી આપવા, સભાઈ અભિયાન અંગે ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવા, તમામ વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય તેનું ચેકીંગ કરવા, વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ શહેરમાં ખુલ્લી ગટર હોય ત્યા દરરોજ સફાઈ કરવા અને દવાનો છંટકાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નગરપાલિકા કચેરીમાં નિકળતા આવકના દાખલા સહિતની કામગીરીમાં ઝડપ વધારવા પણ કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી. પાલિકામાં સીસીટીવી કેમેરા ન હોવાથી નવા કેમેરા ખરીદી કરી શહેરમાં લગાડવા, સોસાયટીઓમાં સો જેટલા મરક્યુરી લેમ્પ લગાડવા જેવા મુદ્દે નિર્ણય કરવામાં આવ્યા છે. તેમજ પાલિકા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને નિયમીત હાજર રહેવા માટે હૂકમ કરવામાં આવ્યો હતો. અહી પાલિકા ચિફ ઓફિસરે વેરાશાખાના કર્મચારીઓને બાકી રહેલા વેરાની વસુલાત કરવા આદેશ કર્યા છે. આ તકે પ્રવિણભાઈ વાઘેલા, કિરીટભાઈ પંડયા, ગિરધરભાઈ ઉનડકટ, ભરતભાઈ સાવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.