તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં સ્વચ્છતા રથનો પ્રારંભ, પ્લાસ્ટીકનો વપરાશ ન કરવા અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાં અલ્ટ્રાટેક કંપનીના સહયોગથી સ્વચ્છતા જાળ‌વણી માટે સ્વચ્છતા રથની શરૂઆત કરવામાં આવી હતી. જે ગામડાઓની શાળાઓ અને આંગણવાડીઓ જઈ જન જાગૃતિ માટે કાર્યક્રમ હાથ ધરશે. તેમજ લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરાશે. તેમજ કોવાયા ખાતે મરીન પોલીસ સ્ટેશન ખાતે મહા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મરીન પોલીસ સ્ટેશનમાં ફળદાર વૃક્ષો અને બટરફલાઈ પાર્ક બનાવવામાં આવશે. આ તકે આરએફઓ તેજસ ચોધરી, પોલીસ અધિકારી રાજયગુરૂ, સચિન શર્મા,ભરત પટેલ, દિનેશ પાંડે, ગિરીશ નાઈડું, સંજય પટેલ, સુગ્રીવ સિંધ, અનુરાગ ચંડોલકર વિગેર ઉપસ્થિત રહ્યા હતા.

લોકો દ્વારા સફાઇ કરી વૃક્ષારોપણ કરાયું. કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...