તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલા કાઠી ક્ષત્રિય સમાજના વિવિધ પ્રશ્નાે અંગે પાેલીસવડાને રજુઅાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોઅે જિલ્લા પાેલીસવડા સમક્ષ સમાજના જુદાજુદા પ્રશ્નાે અંગે રજુઅાત કરી ચર્ચા વિચારણા કરાઇ હતી. પાેલીસવડાઅે પણ સકારાત્મક રીતે સાંભળી ગેરસમજ દુર કરી હતી. કાઠી ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ વરુ, મેરુભાઈ ખાચર, દાદભાઈ વરુ, રવુભાઇ ખુમાણ, જીતુભાઇ વાળા, ભુપેન્દ્રભાઇ બસીયા, વિજયભાઇ વાળા, સતેન્દ્રભાઇ, વાજસુરભાઇ, રાજુભાઇ ધાધલ સહિત અાગેવાનાેઅે જિલ્લા પાેલીસવડા સમક્ષ સમાજના વિવિધ પ્રશ્નાે અંગે રજુઅાતાે કરી હતી. પાેલીસવડાઅે તેમને સાંભળી સમાજના યુવાનાે વિરૂધ્ધ અાતંકવાદ ધારાે લાગુ કરેલ નથી પરંતુ સંગઠીત અપરાધ ધારાે લાગુ કરેલ છે તેવાે ખુલાસાે કરી ગેર સમજ દુર કરી હતી. અા ઉપરાંત સમાજના જુદાજુદા કેસ અને પ્રશ્નાેની ખુલા દિલે ચર્ચા કરી હતી. આ બાબત ધ્યાને લઇ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ આ બાબતે આગામી ગાંધીનગર અને અન્ય તાલુકા, જિલ્લામાં આવેદનનો કાર્યક્રમ આપેલ હોગ તે કાર્યક્રમ સદંતર બંધ રાખવાનાે નિર્ણય લીધાે હતાે.

જિલ્લા, તાલુકા મથકાેઅે અાવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમાે બંધ રાખવા નિર્ણય

અન્ય સમાચારો પણ છે...