તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં તાલુકા પં. બિલ્ડીંગ જર્જરિત, અરજદારોને હાડમારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકો 72 ગામ ધરાવે છે. જો કે અહીની તાલુકા પંચાયત પાછલા કેટલાક સમયથી જર્જરિત હાલતમા બની છે જેના કારણે અહી આવતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ પ્રશ્ને પુર્વ ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામા આવી છે.

રાજુલાના પુર્વ સંસદીય સચિવ અને ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારને કરાયેલી રજુઆતમા જણાવાયુ હતુ કે અહી આવેલી તાલુકા પંચાયતમા 72 ગામોના અરજદારો કાયમી અવરજવર કરતા હોય છે. હાલમા તાલુકા પંચાયત કચેરી અને કવાર્ટર જર્જરિત હાલતમા બની ગયા છે. પંચાયતમા દિવાલ તેમજ બાંધકામ ખળભળી ગયા છે. ગમે ત્યારે મોટો અકસ્માત થાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વર્ષ 2014થી 2018 સુધી આ તાલુકા પંચાયત બનાવવા પ્લાન એસ્ટીમેટ સાથે રજુઆત કરાઇ હતી. જો કે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામા આવી નથી. જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નવી બની ગઇ છે. તેમ છતા આજદિન સુધી રાજુલાની તાલુકા પંચાયત બની નથી. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ માસુબેન બારૈયાએ મુખ્યમંત્રીને પણ રજુઆત કરી હતી. ત્યારે આ પ્રશ્ને તાકિદે કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી.આમ, તાલુકા પંચાયત બનાવા એસ્ટીમેટ બની ગયા હોવા છતાં કામ શરૂ ન કરાતા અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...