તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપરની સીમના રેલવે પાટે યુવાનનો મૃતદેહ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપર ગામની સીમના રેલવે પાટા પરથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી ચૂંટણીકાર્ડ, મોબાઇલ મળી આવતા મૃતક રાજપર ગામનો યુવાનો હોવાનું ખૂલ્યુ હતું. અને લોકરક્ષકની પરીક્ષામાં નાપાસ થતા ટેન્શનમાં રહેતા અગમ્ય કારણોસર યુવાનનું ટ્રેનમાં કપાય જતાં મોત થયાની સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે જાણ કરાઇ હતી.

વઢવાણ તાલુકાના રાજપર-બાળા સીમ વિસ્તારમાંથી રેલવે લાઈન પસાર થયા છે. આવા સમયે રાજપર ગામની સીમના રેલવે પાટા પરથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ઘટના સ્થળેથી મૃતકનું ચૂંટણીકાર્ડ તેમજ મોબાઇલ મળી આવતા રાજપર ગામના જ 22 વર્ષના સુભાષભાઈ સુરેશભાઈ વાઘેલા હોવાનું ખૂલ્યુ હતું. બીજી તરફ મૃતકના ધડને પોલીસ સહિતના લોકોએ ભારે શોધખોળ કરતા પણ મળી આવ્યુ ન હતું. આ બનાવ અંગે વઢવાણ નવજીવન પાર્કમાં રહેતા પ્રવિણભાઈ મોહનભાઈ વાઘેલાએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. જેમાં મુજબ મૃતક સુભાષભાઈ લોકરક્ષકની પરીક્ષામાં નાપાસ થતા ટેન્શનમાં રહેતા હતા. અને માનસિક અપસેટ રહેતા હોય અગમ્ય કારણોસર રેલવેના પાટા નીચે ટ્રેનમાં કપાય જતા મોત થયાનું જણાવાયુ હતું. આ બનાવમાં આગળની તપાસ હેડકોન્સ્ટેબલ જે.એચ.રાઠોડ ચલાવી રહ્યાં છે. જ્યારે મૃતકની લાશને પીએમ માટે રાજકોટ ફોરેન્સીક લેબમાં લઇ જવાની તજવીજ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...