તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં જાહેર સભામાં કોંગ્રેસને આડે હાથ લેતા રાજનાથસિંહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15-ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારનાં ભાજપનાં મહિલા ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનાં સમર્થનમાં આજે 12 એપ્રિલ-19 નાં સાંજના સમયે શહેરનાં ભાવનગર રોડ, વી.પી.નાં બંગલા પાસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર સમસ્યાથી ભરાયેલું છે. જમ્મુ કાશ્મીરને લઈને સમસ્યા ઉભી થાય છે, ત્યારે આજે ભારત એક હે અખંડ હે તો વો સરદાર વલ્લભભાઈ પટેલ કે કારણ હે કોંગ્રેસ કહે છે અમારી સરકાર બનશે તો રાષ્ટ્ર દ્રોહનો કાનુન નાબુદ કરી દઈશું ત્યારે રાજનાથસિંહે જણાવ્યું હતું કે અમારી સરકાર આવશે અમે રાષ્ટ્રદોહનો કાનુન સખ્ત બનાવશું. કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવી રાજનીતી કરે છે ત્યારે અમે ઈન્સાનીયતની રાજનીતી કરીએ છીએ. સૌને સાથે રાખીને ચાલીએ છીએ. પંડિત જવાહરલાલ નેહરૂ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધીએ પણ ગરીબી હટાવોનું કહ્યું હતું અને આજે રાહુલ ગાંધી પણ ગરીબી હટાયેંગેની વાત કરે છે. કોંગ્રેસે ગરીબોની આંખોમાં ધૂળ નાખી છે. ચુંટણીનો સમય આવે છે ત્યારે કોંગ્રેસ ગરીબોની સાથે ક્રુર મજાક કરે છે. ભારત કોંગ્રેસ મુક્ત હો જાયેંગા તબ ગરીબી મુક્ત ભી બન જાયેંગા.

કાશ્મીરના પુલવામાં ફિદાઈન હુમલામાં CRPF નાં 42 જવાનો શહિદ થઈ ગયા ત્યારે પ્રધાનમંત્રી એ તુરંત બેઠક બોલાવી પાકિસ્તાનની અંદર જઈ એરફોર્સ હુમલો કર્યો હતો જ્યારે મુંબઈ હુમલા કેસમાં કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેઠી હતી. રાફેલ મુદ્દે મોદીને ગરબડ કી હે, હમારે જવાન ગયે થે આતંકવાદી કો મારને કોંગ્રેસ પુછે છે કેટલા આતંકવાદી માર્યા. લાશે ગીનને કા કામ, દેખને કા કામ ગીધ કા હોતા હે જો બહાદુર હોતે હે વો લાશે નહિં ગીનતે. કોઈ ભી કિસાન હો હર સાલ છ હજાર રૂપિયા સરકાર દેંગી. કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવતા ખેડૂતોને એક લાખ રૂપિયા પાંચ વરસ સુધી શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવશે. નાના દુકાનદારોને સાંઈઠ વર્ષ પછી પેન્શન કિસાનોને પણ સાંઈઠ વર્ષ પછી પેન્શન દેવામાં આવશે તેમજ જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સભામાં એન્ટર થતાની સાથે જ ખાલી ખુરશી ટપોટપ ભરાઈ ગઈ હતી. સંકેલેલી ખુરશીઓ ફરી પાથરવાની નોબત આવી હતી.

આજની આ જાહેર સભામાં 15-ભાવનગર બોટાદનાં લોકસભાનાં મહિલા ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આ ચુંટણી કોઈ સામાન્ય ચુંટણી નથી. આ ચુંટણી દેશની નીતી ઘડવાની, દેશને કઈ દિશામાં લઈ જવો, સરહદો સલામત રાખવા માટેની અને આપણી આંતરિક સુરક્ષા માટેની આ ચુંટણી છે તેમ જણાવ્યું હતું. આજની આ સભામાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, અમોહભાઈ શાહ, પુર્વ સાંસદ રતીલાલ વર્મા સહિત ભાજપનાં આગેવાનો, કાર્યકરો શહેર તથા તાલુકાનાં લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આજની આ સભામાં રાજનાથસિંહ વક્રૃત્વ આપી રહ્યા હતાં ત્યારે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, અમોહભાઈ શાહ, રતીલાલ વર્મા સહિત ભાજપનાં આગેવાનો, કાર્યકરો શહેર તથા તાલુકાનાં લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...