રાજકોટ | સપ્તાહના અંતમાં ચણાના ભાવમા ક્વિન્ટલે 200નો ભાવવધારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સપ્તાહના અંતમાં ચણાના ભાવમા ક્વિન્ટલે 200નો ભાવવધારો થયો હતો. એમ.પી. અને રાજસ્થાનમાં હાલ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. જ્યાં કેન્દ્રોની સંખ્યા વધારી દીધી છે. જેને કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં માલ વેચવા નથી મુકતા પરિણામે સ્થાનિક બજારમાં માલની તંગી જોવા મળે છે. જેથી ભાવ વધ્યા છે. રાજકોટની બજારમાં રોજની 20થી 30 ગાડી ચણાની ખપત છે. ભાવ વધવાથી સામે ડિમાન્ડ પણ ઘટી ગઇ હતી. ભાવ વધ્યા બાદ ચણાદાળ 5900-6100 અને બેસનના ભાવ રૂ. 4400-4500 બોલાયો હતો. હાલ ઉનાળાની સિઝન ચાલુ છે. જેને કારણે બેસનની ડિમાન્ડ ઓછી હોય છે. ભાવ વધ્યા બાદ હવે જે ડિમાન્ડ છે તે પણ ઓછી થશે તેમ વેપારીનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...