રાજપરાની મહિલાને જેઠે ઠપકો આપતાં આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના રાજપરા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા વિરમભાઈ ચોથાભાઈ સાપરાના 23 વર્ષીય પત્ની શિલ્પાબેનને તેમના જેઠ અશોકભાઇ ઠપકો આપતા લાગી આવ્યુ હતું. આથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી મોતને વહાલું કરતા તેમનો એકનો એક 3 વર્ષના પુત્ર રોનકે માતાની છત્રછાયા ગુમાવી હતી.

આ બાબતે પરીવારજનોને ખબર પડતા શિલ્પાબેનને તાત્કાલિક ચોટીલા રેફરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં હાજર રહેલ તબીબ અધિકારીએ તેમને તપાસી મૃત જાહેર કરી પીએમ કર્યું હતું. ત્યારબાદ પરીવારજનોને લાશ સોંપી દેવાઇ હતી.

આ બનાવ અંગે બામણબોર પોલીસ સ્ટેશનમાં પરીવારજોને કાચી નોંધ નોંધવામાં આવી હતી. મૃતક મહિલા શિલ્પાબેનના લગ્નને હજુ ચાર વર્ષ થયાંને મોતને વ્હાલુ કરતા તેમના એકનો એક 3 વર્ષ પુત્ર રોનકે માતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...