તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળમાં અન્ડર બ્રિજમાંથી વરસાદી પાણીનો નિકાલ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ શાહીગરા રેલવે ફાટક દિવસ દરમિયાન અનેકવાર બંધ થતા આ ફાટક પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઇ છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કયારેક તો વાહન ચાલકો વચ્ચે ઝઘડાઓ પણ થઇ રહ્યા છે. આ અન્ડરબ્રિજમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય જતા વાહન વ્યવહાર બંધ થઇ જતા ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે. જેથી આ અંગે રજુઆત નગરપાલિકાના કાઉન્સીલર ગુલામ ખાન, વેરાવળ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈમરાનભાઈ જમાદારે નગરપાલિકાના મહિલા પ્રમુખ મંજુલાબેન સુયાણીને કરતા આ સમસ્યાને ગંભીરતાથી લઇ તાત્કાલિક નાળામાંથી પાણી નિકાલ માટે બે મોટરો લગાવી પાણીનું નિકાલ કરાવ્યો હતો અને રસ્તો રિપેર કરાવ્યો હતો. રસ્તો ફરી શરૂ થઇ જતાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...