વઢવાણ 80 ફૂટ રોડ પર વરસાદી પાણી ભરાતા રોષ

Wadhwan News - rainfall raging on an 80 foot road 081006

DivyaBhaskar News Network

Sep 13, 2019, 08:10 AM IST
વઢવાણમાં સતત વરસાદને પગલે 80 ફુટ રોડ પર પાણી ભરાયા છે. જેના કારણે રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ભક્તિનગર સર્કલ, સંતસવૈયાનાથ ચોક, જુનાજકાતનાકા આસપાસ રસ્તા રીપેરીંગ કરવા પાલિકામાં રજૂઆત કરાઇ છે. 80 ફુટરોડ, 60 ફુટરોડ અને નવા 80 ફુટ રોડપર અનેક સોસાયટીઓ પાણી ગરકાવ છે. આથી વરસાદી પાણીના નિકાલ માટે એક મહિનાથી રહીશો વઢવાણ પાલિકાના પગથીયા ઘસી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી પડતા સતત વરસાદને કારણે મુખ્યમાર્ગો પર પાણી ભરાયા છે. જેમાં ભક્તિનંદન સર્કલથી નવીએસપી સુધી 80 ફુટ રોડ, 60 ફુટરોડ, અને નવા 80 ફુટરોડ પર આજ દશા જોવા મળે છે. આ અંગે વઢવાણ અસ્મિતામંચ, વંદેમાતરમગૃપ, જયસરદાર યુવા ગૃપ દ્વારા વરસાદી પાણીના નિકાલ તથા મુખ્ય માર્ગોપર ખાડાઓ અને ખાબોચીયા બુરવા મામલતદાર અને કલેક્ટર કચેરીએ લેખીત રજૂઆત કરાઇ છે. લોકોને અવરજવર માટેનો રસ્તો ચાલવા યોગ્ય બનાવવા માંગણી કરાઇ છે.

X
Wadhwan News - rainfall raging on an 80 foot road 081006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી