તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુત્રાપાડા પંથકનાં પ્રાંચલી ગામે આભ ફાટયું, 3 કલાકમાં 8 થી 9 ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા તાલુકામાં વરસાદ જોવા મળી રહયો હતો. તો કોઇ જગ્યાએ વધુ તો કોઇ જગ્યાએ ઓછો વરસાદ પડતો હતો. તેવામાં સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટયું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો. અને જયાં જુઓ ત્યાં પાણી-પાણી થઇ જતાં લોકોએ પણ આવું દ્રશ્ય પ્રથમ વખત જોતાં હેબતાઇ ગયાં હતાં.

મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ
સુત્રાપાડા તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે મગફળીનું વાવેતર ફેલ જવાનું ભય સતાવી રહયો છે. હાલ કોરડાની મગફળી પાકી ગયેલ હોય તેને ઉપાડવાનો સમય છે. ત્યારે વરાપ નિકળે તેની રાહ જોવાઇ રહી છે. જો આ વરસાદ નહીં રોકાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

પંથકનાં ધાવા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડી
માળિયાહાટીના શહેરમાં ભંડાર વિસ્તારમાં વીજળી પડતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી
માળિયાહાટીનામાં સાંજે પાંચ થી છ ધીમીધારે વરસાદ થયો હતો. આજુબાજુનાં વિસ્તારોમાં વીજળીનાં કડાકા અને ભડાકા સાથે જોરદાર વરસાદ પડેલ. ભંડાર વિસ્તારમાં પટેલ રણછોડભાઇ છગનભાઇ બેરાની વાડીમાં વીજળી પડતા કોઇપણ જાતનું નુકશાન થયેલ નથી પણ લોકોમાં નાસભાગ મચી ગયેલ.

તાલાલા પંથકમાં વરસાદને પગલે ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં તાલાલામાં 3 કલાક અંધારપટ્ટ છવાયો
તાલાલામાં વરસાદને પગલે સાંજનાં પાંચ વાગ્યાની આસપાસ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં શહેરમાં 3 કલાક જેવો અંધારપટ્ટ છવાઇ જવા પામ્યો હતો.

પ્રાંસલીમાં વીજળી પડતાં એક ભેંસનું માેત, એક ઘાયલકેશાેદ શહેર તેમજ ગામડાઓમાં ગત રાત્રીના ગાજવીજ સાથે અતિભારે વરસાદ તુટી પડયાે હતાે.

ત્યારે કેશાેદના પ્રાંસલી ગામે વીજળી પડતાં માજી સરપંચ વાલાભાઇ ભાેજાભાઇ બકાેત્રાની એક ભેંસનું માેત થયું હતું અને એક ભેંસ ગંભીર રીતે ઘાયલ થઇ હતી આમ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદે રાેદ્ર સ્વરૂપ ધારણ કરતાં રાેડ રસ્તા અને નીચાણવાળા ભાગમાં પાણી ભરાયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી હતી.

તાલાલાનાં ધાવા ગામમાં વીજળી ત્રાટકતાં ભણાં ઘરોમાં ઇલેકટ્રીક ઉપકરણો બળી ખાખ થઇ ગયેલ. વલ્લભભાઇ ગધેસરીયાનાં મકાનમાં વીજળી પડતા લાઇટનાં ફયુઝ બોર્ડ બહાર નીકળી ગયેલ અને પંખા, ટીવી, સહિતનાં ઉપકરણો બળી ગયેલ. ધાવા ગામમાં ઘણાં ઘરોમાં વીજળી પડવાથી નુકશાન થયાનાં અહેવાલો મળ્યાં છે. જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...