તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં ખોરાક-ઔષધ નિયમન વિભાગ દ્વારા દરોડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર બ્યુરો | 26 સપ્ટેમ્બર

ખોરાક અને ઔષધ નિયમન વિભાગના વી.એસ.પટેલ અને તેમની ટીમ દ્વારા તા.24/9 અને તા.25/9ના રોજ બંને દિવસ સિહોરમાં દરોડા પાડવામાં આવેલ.જેમાં તેલની ગુણવત્તા ચેક કરવા નાની લારીઓ અને મોટી દુકાનોમાં તપાસ કરવામાં આવેલ.અખાધ વસ્તુઓનો નાશ પણ કરેલ.જેમાં કુલ 18 પેઢીની તપાસ કરવામાં આવેલ

અમર ફરસાણ,પાયલ ફરસાણ, શિવશકિત ફરસાણ,કાર્તિક ફરસાણ,શિવ ફરસાણ સહિતની ફરસાણની દુકાનોમાંથી કુલ 109 જથ્થો નાશ કરેલ. જયારે તેલનું વેચાણ કરતી નિલેશ ટ્રેડર્સમાં રેડ કરતાં કપાસિયા તેલનો નમૂનો લઇ 298.4 કિલો (કિ.રૂ.26957/-) આ જથ્થો સીલ કરેલ. જયારે એ-વન સ્ટોરમાંથી વટાણાનો નમૂનો લઇ, હરિઓમ રેસ્ટોરન્ટમાંથી તેલની ગુણવત્તા અર્થે તેલના નમૂના લઇ ફુડ લેબમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવેલ. ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ટીમ સિહોરમાં ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

અન્ય સમાચારો પણ છે...