રઘુવિરસિંહજી પ્રા. શાળામાં ધો.8ના વિદ્યાર્થીઓને વિદાય અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડી રઘુવિરસિંહજી પ્રાથમિક શાળામાં ધો.8ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં વિદાય લઈ રહેલ બાળકોએ પોતાના શાળા અને ગુરૂજનો સાથેના આત્મીયતાના નાતાને પોતાના પ્રતિભાવ દ્વારા રજૂ કરતા ભાવુક બન્યા હતા. જ્યારે આચાર્ય વિરેન્દ્રસિંહ ઝાલા અને શિક્ષકોએ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના ભૂતપુર્વ શિક્ષક હર્ષદભાઇ જોશી, એસએમસીના અધ્યક્ષ રમેશભાઇ ઠાકોર સહિતના સભ્યો અને વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...