પ્ર.પાટણનાં હાડીવાસમાં પાણીની લાઇન તો આવી પણ પાણી નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં હાડીવાસમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. જોકે આ વિસ્તારમાં પાણીની લાઇન તો પહોંચી ગઇ છે. પરંતુ કનેકશનનાં વાંકે પાણી આવતું નથી. જેના કારણે અહીં રહેતી મહિલાઓને લીકજે પાણીની લાઇનમાંથી ટીપ-ટીપે પાણી ભરવું પડે છે.

હાડીવાસ વોર્ડ નંબર 3 માં છેલ્લા ઘણા વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે તેના લીધે અહી વસવાટ કરતા લોકો ને પાણી માટે દર દર ભડકવુ પડે છે. 1500 થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખી તો આપવામાં આવી છે. પણ છેલ્લા ૨૩ દિવસ જેટલો સમય વિતવા છતાં પણ પાણીનું કનેકશન આ પાઇપલાઇન સાથે જોડવામાં આવ્યુ નથી. જેથી આ વિસ્તારમાં બાજુમાં લીકેજ વાલમાંથી પડતું પાણીના સહારે મહિલા ઓ ને પાણી ભરવું પડે છે ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી પણ આ વિસ્તારમાં પાણી પહોંચાડવા આવ્યુ નથી. જેથી આ વિસ્તારના લોકોને ઉનાળે ખુબજ મુશ્કેલીમાંથી પ્રસાર થવાનો સમય આવ્યો છે.

લીકેડ પંપમાંથી પાણી ભરતી મહિલાઓ. - તસ્વીર : રાજેશ ભજગોતર

પાણી માટે મજુરીએ જવાતું નથી
ગીતાબેન રામભાઇ વાજા રહેવાસી જણાવ્યું હતું કે મચ્છીમાં કામ કરી અને અમે ગુજરાન ચલાવીએ છીએ. જ્યારે અમારા વિસ્તારમાં હજુ પાણી નથી આવ્યું. ત્યારે પાણી માટે અમારે મજુરી કામ બંધ કરી અને પાણી માટે ઠેર ઠેર ફરવું પડે છે.

નગરપાલિકા રજુઆત સાંભળતી નથી
આ વિસ્તારમાં હાડી સમાજનાં પટેલ રામજીભાઇ મકવાણા એ જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં પાણી માટે અને ગંદકી દુર કરવા માટે રજુઆત કરવામાં આવી છે. તેમ છતા હજુ સુધી અમારી કોઇ રજુઆત પાલિકામાં સાંભળવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...