તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની 9988 ક્વિન્ટલ ખરીદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા માર્કેટીંગ યાર્ડમાં બીજા અઠવાડીયાથી સરકાર દ્રારા ટેકાના ભાવથી તુવેરની ખરીદીનો પ્રારંભ થયો હતો. જે તાજેતરમાં સંપન્ન થતા તળાજા સહીત ભાવનગર જીલ્લાનાં કુલ 667 ખેડૂતોની મણે રૂ.1135 નાં ભાવે ખરીદી તાજેતરમાં સંપન્ન થતા જીલ્લાનાં તળાજા કેન્દ્રમાંથી કુલ અંદાજીત 19,977 કટ્ટા જેટલી તુવેરની ખરીદી કરવામાં આવી હોવાનું સરકારી એજન્સી નાફેડ વતી નાગરીક પુરવઠા નીગમનાં તળાજા ખાતેનાં કેન્દ્ર સંચાલક દ્રારા જાણવા મળેલ છે.

ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝનમાં અન્ય પાકો સાથે તુવેરનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે. સરકાર દ્રારા ગત વર્ષે તુવેરની રૂ.1090 નાં ભાવે ખરીદી કરી હતી.જે ચાલુ સાલ રૂ.1135 નાં ભાવે ખરીદી કરી છે. જે માટે ખેડૂતો દ્રારા �”નલાઇન રજીસ્ટ્રેશન તા.31-3-19 સુધી કરવામાં આવેલ અને તે�”ને તબકકાવાર એસ.એમ.એસ થી બોલાવીને નિયત જથ્થામાં ખરીદી કરાઇ હતી.

ખરીફ સીઝન વર્ષ 2017-18 નાં જીલ્લાનાં તુવેરનાં કુલ 1322 હેકટર નાં વાવેતરમા તળાજાનો હિસ્સો 349 હેકટરનો હતો અને �ઓણ સાલ 2018-19 માં જીલ્લાનાં 1280 હેકટરનાં તુવેરનાં વાવેતરમાં તળાજાનો હિસ્સો અધિકતમ 328 હેકટર વાવેતરનો રહયો છે. જેથી જીલ્લામાં તુવેરનું ખરીદી મુખ્ય કેન્દ્ર તળાજા રાખેલ હતું.

અન્ય સમાચારો પણ છે...