તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં ખીમનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 24 ફેબ્રુઆરી

ભગવાન ક્ષેમનાથ મહાદેવનું લગભગ ચૌદમી સદીમાં બંધાયેલુ અને જીર્ણોધ્ધાર પામેલું ખીમનાથ મહાદેવ તરીકે ઓળખાતું મંદિર આવેલું છે. આ મંદિરના પરિસરમાં એક નુતન મંદિરનું નિર્માણ થયેલુ છે. જેમાં ભગવાન લક્ષ્મીનારાયણ, શ્રીરામ - લક્ષ્મણ - જાનકી - હનુમાનજી તથા મા સરસ્વતીજીની મનોરમ મૂર્તિ સ્થાપિત કરવા અને પુ.મહન્તજગજીવનદાસબાપુની પ્રતિમા અનાવરણ કરવા ત્રિદિવસીય તા.1-2-3 માર્ચના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયેલ છે. મંદિરના પુ.મહન્ત જગજીવનદાસ બાપુ, પૂ.મહન્તનટવરદાસજી, લઘુમહન્ત પ્રહલાદદાસજી(ભગતબાપુ)નુ સ્વપ્ન પુરૂ થતા આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે.

મહોત્સવમાં તા.1/3ને શુક્રવારે ગ્રહ શાંતિ સવારે 9 કલાકે, વાસ્તુ શાંતિ, મંદિર ન્યાસ 9.30 કલાકે, ધ્યાન-શિખર સ્નપન વિધિ અરણી મંથન 10 કલાકે, કર્મ કુટી/જલ યાત્રા બપોરે 3 કલાકે તથા જલાધિવાસ સાંજે 6 કલાકે રાખેલ છે.

તા.2/3ને શનિવારે સવારે 9 કલાકે કાર્ય પ્રારંભ, અધિવાસ 10 કલાકે, 108 પોથી યજમાનો/દાતાઓનું સન્માન શ્રી ખીમનાથદાદાના સાનિધ્યમાં 10 કલાકે, સ્નપન વિધિ બપોરે 3 કલાકે, ધન-કળશ-પુજન 3.30 કલાકે, ક્રિષ્ના કોમ્યુનીટી હોલ ખાતે ધર્મસભા/સન્માન સમારોહ સાંજે 5 કલાકે તથા મહાપ્રસાદ સાંજે 7 કલાકે, શૈયાધિવાસ 6 કલાકે, બ્રહ્મ શિલા-કર્મ શીલા સ્થાપન-આરતી 7 કલાકે ખીમનાથ મંદિરે રાખેલ છે.

તા.3/3ને રવિવારે કાર્ય પ્રારંભ સવારે 8.30 કલાકે, સ્થિરોભવ મૂર્તિ પ્રતિષ્ઠા 9.30 કલાકે, સ્થિરોભવ હોમ 11 કલાકે, પૂર્ણાહુતિ બપોરે 12.30 કલાકે, ક્રિષ્ના કોમ્યુનીટી હોલ ખાતે પ્રસાદ બપોરે 1 કલાકે તથા સાધુ-બ્રાહ્મણ ચોર્યાશી સાંજે 6 કલાકે રાખેલ છે. તેમજ વિશેષ કાર્યક્રમમાં પુ.ભગતબાપુના શ્રીમુખે તા.1-2-3/3ને શુક્ર/શનિ/રવિવારે રાત્રે 9 થી 12 કલાકે ક્રિષ્ના કોમ્યુનીટી હોલ, ગાંધીબાગ રોડ ખાતે માનસ પ્રવચન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો