તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક વીમો ન મળતાં 37 ગામનાં ધરતીપુત્રોનું રેલી કાઢી આવેદન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદર તાલુકાનાં 37 ગામડાનાં ખેડૂતોએ આજે પાક વીમો ન મળવાને લીધે ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી મામતતદારને આવેદન પત્ર આપ્યું હતું.

માણાવદર તાલુકાનાં 27 ગામોમાં અલગ અલગ ટકાવારી મુજબ પાક વીમાની રકમ ચૂકવાઇ છે. પણ બાકી રહેતા 31 ગામડામાં હજુ પાક વીમો મંજૂર થયો નથી. આથી આ ગામનાં ખેડૂતોમાં ખુબજ અસંતોષની લાગણી છવાઇ છે. આજે તાલુકાનાં 37 ગામોનાં ખેડૂતોએ માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડાની આગેવાનીમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં એવો રોષ વ્યક્ત કરાયો છે કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તાલુકા એકમને બદલે ગામ એકમ મુજબ વીમાની રકમ ચૂકવાઇ છે.

જેનો ધરતીપુત્રોને અન્યાય થઇ રહ્યો છે. આથી એકજ સીમમાં ગામનાં ખેતરો સાથે હોવા છત્તાં યોજનાની વિસંગતતાને લીધે અમુક ખેડૂતોને વીમો મળે છે અને અમુકને નથી મળતો. આથી આ યોજનાને બદલે જૂની તાલુકા એકમ મુજબ ચૂકવણું કરવા માંગ કરી હતી. આ વિસ્તારમાં ગત વર્ષે ખુબજ ઓછો વરસાદ થવાથી તાત્કાલિક રી સર્વે કરાવી પાક વીમો ચૂકવાય એવી માંગણી કરાઇ હતી.

આ કાર્યક્રમમાં ગોવિંદભાઇ સવસાણી, વરજાંગભાઇ ઝાલા, દિનેશભાઇ ટીલવા, હાર્દિકભાઇ સવસાણી, જગદીશભાઇ મારૂ, દિનેશભાઇ સુરેજા, જગમાલભાઇ હુંબલ, રવિ બાલાસરા, નિર્મળસિંહ ચુડાસમા, જગુભાઇ પટેલ, સહિતનાં આગેવાનો, ગામોનાં સરપંચો સહિતનાં જોડાયા હતા.

વીમાની રકમ તાલુકા એકમ મુજબ ચૂકવો. તસવીર-નિલેશ પાણખાણિયા

ગામની ફરતે સીમાડાનાં ગામોને વીમા મળ્યા અમને નહીં : નાંદરખા સરપંચ
અમારા ગામની ફરતે સીમાડાના ગામોમાં પાક વીમા મળ્યા છે. માત્ર અમારા ગામમાં પાક વીમો મળ્યો નથી. આથી જો તાત્કાલિક નવેસરથી સર્વે કરાવી અમારા ગામને પાકવીમો નહીં અપાય તો જલદ આંદોલન કરાશે.- કે. ડી. લાડાણી, સરપંચ, નાંદરખા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો