તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં મા અમૃતમ્ / વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે લોકોને પડતી મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા સેક્રેટરીએટ બિલ્ડીંગમાં તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીમાં ચાલતી મા અમૃતમ્ / વાત્સલ્ય યોજનાના કાર્ડ લોકોને બે-ત્રણ ધક્કા ખાવા છતા પણ 15 દિવસ સુધી મળતા ન હોવાની ગંભીર ફરીયાદ ઉભી થવા પામી છે. સાથે સાથે લોકો એમ પણ કહી રહ્યા છે કે આર.ટી.�ઓ. ઓફિસની જેમ અહી પણ એજન્ટ પ્રથા શરૂ થવા પામી છે.

એ.ટી.વી.ટી. સેન્ટરમાં મા અમૃતમ્ / વાત્સલ્ય યોજનાના કાર્ડ મેળવવા જતા સીનિયર સિટીઝનો આધાર પુરાવા સાથે અરજી કરે ત્યારે 10-15 દિવસ પછી આવવાનુ કહેવામાં આવે છે, વારો આવ્યા બાદ બાયોમેટ્રીક ડેટા આપ્યા બાદ 8-10 દિવસ પછી કાર્ડ મેળવવા સિનિયર સિટીઝન જાય ત્યારે તમારા ડેટા ઉડી ગયા છે તેવો ઉડાઉ જવાબ આપ્યા બાદ પુન: અરજી તથા બાટોમેટ્રીક ડેટા લેવામાં આવે છે. પછી 8-10 દિવસની રાહ જોયા બાદ કાર્ડ મળે છે.

કાર્ડ કઢાવવા ઉભેલા લોકોમાં એમ પણ ચર્ચા થઇ રહી હતી કે એક માસ પૂર્વે કરમદીયા ગામના એક સાથે 30 કાર્ડ નિકળ્યા હતા અને આ કાર્ડ કઢાવવામાં એજન્ટોએ હેલ્થ કર્મચારી�ઓ કે કીટનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાકટર સાથે મીલી ભગત આચરી આ કાર્ડ નિકળ્યા હતા. લોકોને કાર્ડ કઢાવવા જુદા-જુદા સ્થળે વધુ 3 કેન્દ્રો શરૂ કરવા લોકોની માંગ છે.

દરરરોજના 15 કાર્ડ કાઢી અપાય છે
મહુવામાં બે �ઓફ લાઇન કીટ દ્વારા મા અમૃતમ્ / વાત્સલ્ય યોજનાના કાર્ડ કાઢવામાં આવે છે. રોજના 15 અને 5 ઇમરજન્સી કાર્ડ કાઢવામાં આવે છે. ડો.સી.કે. કણજરીયા, ટી.એચ.�ઓ, મહુવા

અન્ય સમાચારો પણ છે...