તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિરણ નદીને ખાનગી કંપનીઓ પોતાના ખર્ચે 11 કિમી સુધી ઉંડી ઉતારશે : મુખ્યમંત્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાદલપરાએ ગુજરાત ના ગામડાઓને દિશા સુચન કર્યું છે. બારડ પરીવારનો આ વિશિષ્ટ કાર્યક્રમ છેકે, જ્યાં બધા એકસંપથી કામ કરી ગામને રહેવા અને માણવાલાયક બનાવ્યું છે. આ ગામ જોઈને એવું અનુભવ્યું કે, ગુજરાતના બધા ગામ આવા હોય એવી લાગણીથી મારી સરકારે આદર્શ ગ્રામ યોજના બનાવી છે. આહીર સમાજના 3 મોભીઓ વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય છે. સમાજે તેનો સ્વીકાર કર્યો છે. તેમાં જશુભાઇ બારડનો પરિવાર, જૂનાગઢમાં પેથલજીભાઇ ચાવડાનો પરિવાર અને જામનગરમાં માડમ પરિવારના લોકો પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખીનો વારસો જાળવી રાખ્યો છે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગિર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરસ્વતી અને કપિલા નદીના કિનારે વસેલા આ ગામે લોકઉપયોગી કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપુજન થાય એ બિરદાવવા લાયક છેે. ધાનાભાઇ બારડ પ્રજાના ઉત્કર્ષ માટેના આંદોલનમાં શહિદ થયા હતા. તેમણે સામી છાતીએ જણાવ્યું હતું કે, પહેલી ગોળી મારી ઉપર હશે. ત્યારે જશુભાઇ બારડની રાજકીય કારકિર્દી ઉજ્જવળ હતી. તેને ભગવાનભાઇએ આગળ વધારી છે. અને પરિવારે લોકોના કામ કરવાનો વારસો જાળવી રાખ્યો છે. આ તકે મુખ્યમંત્રીઅે એવી જાહેરાત કરી હતી કે, આગામી 3 વર્ષમાં દરિયાના ખારા પાણીને વિદેશની જેમ મીઠું કરવું છે. હિરણ નદીને 11 કિલોમીટર સુધી ઉંડી ઉતરવાના પ્રોજેક્ટને મંજુર કરી દીધો છે. અને એમાં સરકારનો એક પૈસો નહીં ખર્ચાય. કારણકે, અા કામ કંપનીઓને સોંપ્યું છે. જોકે, હાલ પાણી હોઇ ઉનાળામાં આ કામ શરૂ થશે. બાદલપરા ગામના વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદર્શ ગામ સાથે સ્માર્ટ ગામ પણ બને અને શહેરની સુવિધા સાથે ગામડાનો મૂળ આત્મા જળવાઇ રહે એ માટે આ મોડલ ગામમાં ગુજરાતના બધા સરપંચોએ અહીં આવવું જોઇએ. કારણકે, મહાત્મા ગાંધીની કલ્પનાનું સ્વરાજ ગ્રામોત્થાન અહીં સાકાર થયું છે. જેણે સરદારના ગુજરાતને સારી રીતે પ્રતિષ્ઠિત કર્યું છે. બાદલપરા ગામે આદર્શ ગ્રામનો એવોર્ડ મેળવ્યો છે. અને છેક આઝાદીકાળથી અહીંની પંચાયત સમરસ થતી આવી છે. અત્યારે આ ગામની પંચાયત મહિલા સંચાલિત છે. તે ગિર સોમનાથ જીલ્લાના આહીર આગેવાન પૂર્વ સાંસદ જશુભાઇ બારડનું વતન છે. આજે અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પુસ્તકાલય, મેમોરિયલ, શહીદ ધાનાબાપાની પ્રતિમાનું અનાવરણ અને સાયક્લોન સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કોંગી નેતા અર્જુન મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનું સ્વાગત પંચાયતની મહિલા સભ્યોએ કર્યા બાદ તેઓ ગામમાં ખુલ્લી જીપમાં ફર્યા હતા. ગામના બધાજ રસ્તા અને ઘરોની અગાશી પરથી લોકોએ પુષ્પવર્ષા કરી હતી. સ્વાગત પ્રવચન તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડે કર્યું હતું.

મુખ્યમંત્રીનું પારંપરિક સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું
લોકોએ પારંપરિક પોષાક પહેર્યા હતા, જીપમાં ગામને નિહાળ્યું. રાજેશ ભજગોતર, દેવાભાઈ રાઠોડ

મોટાભાગના લોકો પરંપરાગત પહેરવેશમાં
બાદલપરા ગામમાં આજે મોટાભાગના લોકો આહીર સમાજના પરંપરાગત પહેરવેશ અને આભૂષણોમાં જોવા મળ્યા હતા. ગામમાં ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

કોંગ્રેસ અને ભાજપનાં ધારાસભ્યો એક મંચ પર
બાદલપરા ખાતેના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. એકપણ રાજકીય મુદ્દો અહીં ઉછાળવામાં ન આવ્યો. ખુદ મુખ્યમંત્રીએ કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યના વખાણ કર્યા. એ વાત ઉડીને આંખે વળગે એવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો