તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહિલામંચની તૈયારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનું ભવ્ય નવનિર્માણ કામ હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ દરમિયાન મહિલામંચનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મહિલામંચની મહિલાભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે શાસ્ત્રી શ્રીધર્મનંદનદાસજી સ્વામી સહિત ભાવિકભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં જસદણ શહેર અને તાલુકાના હરીભક્તો બહોળી સંખ્યામાં જોડાઈ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહિલાભક્તો દ્વારા મહિલામંચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ જેટલી મહિલાઓ ભાગ લેશે અને નાટક, રાસ, રૂપક તેમજ અભિનય દ્વારા જુદાજુદા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો રજુ કરશે. જેમાં સ્ત્રીભ્રુણ હત્યા, સમાજમાં સ્ત્રીનું મહત્વ, સ્ત્રીઓની ફરજ અને પરિવારના પ્રેરણાદાયી પ્રસંગો મહિલાભક્તો દ્વારા રજુ કરવામાં આવશે. જેની હાલમાં ૩૦૦ ઉપરાંત મહિલાભક્તો દ્વારા પૂર્વ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સાંખ્યયોગી માતાઓ મહિલાભક્તોને સંપૂર્ણ તૈયારીઓ કરાવી રહ્યા છે અને મહિલાભક્તો પણ ખુબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

મહિલામંચ કાર્યક્રમ સંપૂર્ણ મહિલાઓ દ્વારા જ સંચાલન કરવામાં આવશે
જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે 100 જેટલા બાળકો દ્વારા બાલમંચ અને ૩૦૦ જેટલી મહિલાઓ દ્વારા મહિલામંચ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં બાલમંચના બાળકો દ્વારા વિવિધ નાટકો, રૂપકો અને એકાંકી અભિનય રજુ કરીને સમાજના બાળકોને જીવનના મુલ્યો અને જીવન જીવવાની શૈલી વિષે પ્રકાશ પાડવામાં આવશે. જ્યારે મહિલામંચ કાર્યક્રમ સંપૂર્ણ મહિલાઓ દ્વારા જ સંચાલન કરવામાં આવશે. જેમાં મહિલામંચની મહિલાભક્તો દ્વારા સ્ત્રીભ્રુણ હત્યા, સમાજમાં સ્ત્રીનું મહત્વ, સ્ત્રીઓની ફરજ અને પરિવારના પ્રેરણાદાયી પ્રસંગો વિષે પ્રકાશ પાડવામાં આવશે.

ભાસ્કર ન્યૂઝ | જસદણ.

જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનું ભવ્ય નવનિર્માણ કામ હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ દરમિયાન મહિલામંચનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મહિલામંચની મહિલાભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે શાસ્ત્રી શ્રીધર્મનંદનદાસજી સ્વામી સહિત ભાવિકભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં જસદણ શહેર અને તાલુકાના હરીભક્તો બહોળી સંખ્યામાં જોડાઈ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહિલાભક્તો દ્વારા મહિલામંચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ જેટલી મહિલાઓ ભાગ લેશે અને નાટક, રાસ, રૂપક તેમજ અભિનય દ્વારા જુદાજુદા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો રજુ કરશે. જેમાં સ્ત્રીભ્રુણ હત્યા, સમાજમાં સ્ત્રીનું મહત્વ, સ્ત્રીઓની ફરજ અને પરિવારના પ્રેરણાદાયી પ્રસંગો મહિલાભક્તો દ્વારા રજુ કરવામાં આવશે. જેની હાલમાં ૩૦૦ ઉપરાંત મહિલાભક્તો દ્વારા પૂર્વ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સાંખ્યયોગી માતાઓ મહિલાભક્તોને સંપૂર્ણ તૈયારીઓ કરાવી રહ્યા છે અને મહિલાભક્તો પણ ખુબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...