તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજી | કષ્ટભંજન હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ખરાબ પ્લોટ, શાકમાર્કેટ રોડ, માધવ ગૌશાળાની બાજુમાં નુતન કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે મહાયજ્ઞ સાથે વિશાળ હનુમાનજીની મૂર્તિ સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં શાસ્ત્રી સ્વામી વિજય પ્રકાશદાસજી સ્વામી સાથે સંતો-મહંતો અને રાજકીય આગેવાનો સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી આ સાથે રાત્રીના શાસ્ત્રી વિજય પ્રકાશદાસજી સ્વામીના મધુર કંઠે અમૃતવાણી સાથે હાલારી રાસ સહિત વિવિધ ધાર્મિક પ્રોગ્રામ યોજાયા હતા.જેમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી, સેક્રેટરી ભુપતભાઈ કોયાણી, ભાજપના અગ્રણી કિશોરભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ એરડા સહિતના અગ્રણીઓએ ધાર્મિક વિધિનો લાભ લીધો હતો. રવિવારે હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ યોજાયો હતો. છપ્પનભોગના દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો