પ્રાંચી નજીકથી જામગરી બંદુક સાથે 1 શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીર-સોમનાથ એસઓજીનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહયો હતો. એ દરમિયાન એક શખ્સને જામગરી બંદુક સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમનથ એસઓજી પીઆઇ વસાવા, પીએસઆઇ સોનારા, એલ.ડી. મૈતા, સુભાષભાઇ, નરેન્દ્રભાઇ, ગોવીંદભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહયો હતો. એ દરમિયાન એક શખ્સ પાસે જામગરી બંદુક હોવાની બાતમી મળતાં જ સ્ટાફે પાણીકોઠાથી પ્રાંચી વચ્ચે આવેલ અેક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. અને આ વિસ્તારમાંથી કાળુ જુમા લાખા નામનાં શખ્સને જામગરી બંદુક સાથે ઝડપી લીધો હતો અને પુછપરછ હાથ ધરી હતી. આ શખ્સ સામે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...