તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર સડક પર ઓછો અને સોશિયલ મીડિયામાં વધુ રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાેલિટીકલ રીપોર્ટર | પોરબંદર

11 લોકસભાની પોરબંદર બેઠક માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને લઈને પોરબંદરમાં વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલો ધમધમાટ ચરમસીમા પર છે. ત્યારે બીજી તરફ પોરબંદર જિલ્લાની બન્ને વિધાનસભા બેઠક પર પ્રચારકાર્ય હજુ પણ નહીંવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. બન્ને મુખ્ય પક્ષો અને અપક્ષો દ્વારા હજુ સુધી ખાસ કશો લોકસંપર્ક હાથ ધરાયો નથી. પોરબંદર બેઠકમાં પોરબંદર જિલ્લાની પોરબંદર, કુતિયાણા, જૂનાગઢ જિલ્લાની માણાવદર, કેશોદ અને રાજકોટ જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. પોરબંદર બેઠક પર આગામી 23 તારીખના રોજ યોજાનારી ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પોરબંદરમાં ચૂંટણી લડી રહેલા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર રાજકોટ જિલ્લાના હોય અને તેમને તેમનો વિજયી બનવા માટેનો મદાર વધુ પડતો રાજકોટ જિલ્લાના વિસ્તારમાં હોવાથી પોરબંદર જિલ્લામાં પ્રચારકાર્ય હજુ ખૂબ જ ધીમી ગતિમાં જોવા મળી રહ્યું છે. ભાજપના ઉમેદવાર રમેશ ધડુક અને કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાને વિજયી બનાવવા માટે બન્ને પક્ષ દ્વારા હજુ પોરબંદર જિલ્લામાં ખાસ કશો લોકસંપર્ક શરૂ કરાયો નથી. પ્રચારકાર્ય સડક પર ઓછું અને સોશ્યલ મીડીયામાં વધુ જોવા મળી રહ્યું છે. જો કે લોકસભાની ચૂંટણીમાં મોટાભાગે પોરબંદર બેઠકમાં ઉમેદવારો રાજકોટ જિલ્લામાંથી આવતા હોવાને લીધે તેમજ આવા ઉમેદવારોનો મદાર પણ રાજકોટ જિલ્લાના મતવિસ્તારમાં વધુ હોવાને લીધે ભૂતકાળમાં પણ મોટાભાગની ચૂંટણીઓમાં આવું જ ચિત્ર જોવા મળ્યું છે.

કેટલા છે દિવ્યાંગો માટે બૂથ ?
પોરબંદર લોકસભાની બેઠક પર વિધાનસભા વાઈસ એક-એક દિવ્યાંગો માટે અલગથી બુથ બનાવાશે. જેમાં માત્ર દિવ્યાંગો જ મતદાન કરી શકશે.

કેટલા મહિલાઓ માટે બૂથ ?
વિધાનસભા વાઈસ મહીલાઓ માટે અલગથી 5-5 મહિલા બુથો બનાવવામાં આવશે. આ બુથ પર માત્ર મહીલા મતદારો જ મતદાન કરી શકશે.

ઈવીએમ અને વીવીપીએટ ?
પોરબંદર લોકસભાની બેઠક પર 2366 વીવીપીએટ મશીનો તેમજ 4490 ઈવીએમ મશીન મૂકવામાં આવશે.

કેટલા છે મતદાન બૂથો ?
પોરબંદર લોકસભાની બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં આ તમામ વિધાનસભામાં 1854 મતદાનબુથો મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...