તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં ચોકી નજીક લેવાતા વરલી મટકાના આંકડા છતાં પોલીસ તમાશબીન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણનું હ્રદય સમાન ગણાતું જુનું બસસ્ટેન્ડ હાલ ગેરકાનુની પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે અને પોલીસ ચોકીની નજીક જ આવારાતત્વો અડ્ડો જમાવી સરેઆમ વરલી મટકાનો જુગાર રમાડે છે. જેથી આજુબાજુના દુકાનદારોમાં પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે નારાજગી ઉઠવા પામી છે. જેથી જસદણ પોલીસ દ્વારા ગેરકાનુની કામો બંધ કરાવવામાં આવે તો ઘણા ગરીબ લોકોના ઘર વેર વિખેર થતા અટકી જશે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે.

જૂનું બસસ્ટેન્ડ વરલી મટકા રમવાનું હબ બની ગયું છે

જસદણ શહેર અને પંથકના લોકો વરલી મટકા(આંકડા)નો જુગાર રમવા માટે અહી આવે છે અને પોલીસ ચોકી નજીક જ ખુલ્લેઆમ ગેરકાનુની પ્રવૃત્તિ થઈ રહી છે. છતાં જવાબદાર પોલીસ તંત્ર માત્ર નજારો જ જોયા કરે છે જેથી આવારા તત્વો માટે જુનું બસ સ્ટેન્ડ વરલી મટકા(આંકડા)નું હબ બની જવા પામ્યું છે.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં, વાલીઓમાં ચિંતા

જસદણના જુના બસસ્ટેન્ડમાં આવેલ સરકારી કુમાર તાલુકા શાળાના દરવાજા પાસે જ આવા ગોરખધંધા ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અભ્યાસ અર્થે આવતા નાના-નાના બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. જેથી વિદ્યાર્થીઓના વાલીઓ પણ મુંજવણમાં મુકાયા છે. છતાં પોલીસ તંત્ર આરોપીઓને પકડવાના બદલે ચુપચાપ તમાશો નિહાળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...