તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ કરી નાસવા જતાં ઇજાગ્રસ્ત બેલડીનો પોલીસે લીધો કબજો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ટંકારા તાલુકાના વિરપર ગામે હાઇવે પર દિવસે બાઇક ચાલકને આંતરીને છરીની અણીએ સાડાસાત હજારની લૂંટ ચલાવીને નાસવા જતાં લૂંટારું બેલડી કમનસીબે બાઇક પરથી પટકાતાં તેને ઇજા પહોંચી હતી અને બન્નેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા જ્યાંથી બન્નેને રજા મળતાં પોલીસે કબજો મેળવીને રિમાન્ડ સહિતની કાર્યવાહી આરંભી છે.

રાજકોટ મોરબી હાઇવે પર તાજેતરમાં ટંકારાના વિરપર પાસેથી પસાર થતા બાઇક ચાલકને સરાજાહેર આંતરીને ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખ્સે છરીની અણીએ સાડા સાત હજારની લૂંટ ચલાવી હતી અને મોરબી તરફ ઉતાવળે નાસી જવાના પ્રયાસમાં બાઇક પલટી જતાં લોકોએ દોડીને બન્નેને ઝડપી લીધા હતા અને પોલીસને જાણ કરી બન્નેને કણસતી હાલતમાં રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા હતા. બન્ને વિરુધ્ધ ભોગ બનનાર ચાંચાપરના કુંડારિયા અશ્વિન જીવરાજ પટેલની ફરિયાદ પરથી તપાસ કરતાં લૂંટ કરનારની ઓળખ નદીમ ઉર્ફે બુધો સતાર વડગામા અને હુસેન ઇસા તરીકે થઇ હતી, અને બન્ને મોરબીના હોવાનું ખુલ્યું હતું. રાજકોટ હોસ્પિટલમાંથી બન્ને અારોપીને રજા મળતાં ટંકારા પોલીસે કબજો લઇ, લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છરી અને રોકડ કબજે લઇ વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જિલ્લાની અન્ય લૂંટના પણ સગડ મળવાની શક્યતા હોવાથી પોલીસ વધુ સાબદી બની છે.

અન્ય સમાચારો પણ છે...