પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના પ્રવેશદ્વાર સનાતન સર્કલ પાસે આવેલ પોલીસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના પ્રવેશદ્વાર સનાતન સર્કલ પાસે આવેલ પોલીસ સ્ટેશન અને પાણીના ટાંકા વચ્ચે આવેલા ગેરકાયદે બાંધકામ પર મંગળવારે દ્વારકા નગરપાલિકા દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતુ. ગેરકાયદે બાંધકામ દૂર કરવા છ માસ પહેલા નોટીસ આપવા છતાં કાર્યવાહી ન થતા તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતુ. પાંચ જેટલી દુકાનોને નોટીસ આપ્યા બાદ બાંધકામ દુર કરાયા હતા. ગેરકાયદે રહેઠાણોને વધુ સમય મર્યાદા આપવામાં આવી હતી. દબાણો દૂર કરી 30 મિટર પહોળો રોડ બનાવવા આવશે.

દ્વારકાના સનાતન સર્કલથી રાણેશ્વર રોડ સુધી 30 મિટરનો ડીપી રોડ એટલે કે ડેવલોપમેન્ટ પ્લાન્ટ મુજબનો રોડ બનવાનો છે.જેથી આ જગ્યા પર આવતા તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો દુર કરવા પડે તેમ છે.ગેરકાયદેસર તમામ બાંધકામ દુર કરવા માટે છેલ્લા છ માસથી નોટીસો આપવામાં આવી રહી છે.છતા પણ નોટીસનું પાલન ન કરાતા પાલિકા દ્વારા હાલ કોમર્શિયલ બાંધકામ દુર કરવાની ઝુંબેશ ચાલું કરવામાં આવી છે.અને ગેરકાયદેસર રહેઠાણોને બાંધકામ દુર કરવા વધુ સમય આપવામાં આવ્યો છે.ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે મંગળવારે પાલિકા ટિમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને પાંચ જેટલી દુકાનો તોડી પાડી હતી.તેમજ રહેણામ મકાનોને ખાલી કરવા માટે સમય ફાળવ્યો હતો.આ તમામ ગેરકાયદેસર દબાણો દુર થતા અહી 30 મિટરનો રોડ બનવાની કામગીરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...