મહુવામાં પોલીસે કોમ્બીંગમાં 21 અસામાજિક તત્વોને અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવામા છેલ્લા થોડા સમયથી અસામાજીક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઇ રહયો છે. જેમા ગઇકાલે ફરી અાવો પ્રયાસ થતા પોલીસ કાફલો પહોંચી જતા મામલો ગરમાયને શાંત થઇ ગયો હતો.અા મામલે પોલીસે અસામાજીક તત્વોના ઘરે કોમ્બીંગ કરી કેટલાક લોકોની અટકાયત કરી વાહનો અને હથિયારો કબ્જે લીધા હતા.

ભાવનગરના નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા પો.અધીક્ક જયપાલસીંહ રાઠોરની સુચનાથી ગઇકાલના બનાવ અનુસંધાને મહુવા વિસ્તારમા| અસામાજીક તત્વો દ્વારા ગામમાં વાતાવરણ ડહોળવાનો તેમજ અશા|તિ .ભી કરવાની કોશીષ કરવામા| અાવેલ.જે કારણોસર મહુવાના ના.પો.અધીક્ષક અાર.અેસ.જાડેજા,પી.અાઇ.દિપક મીશ્રા તથા પીઅેસઅાઇ અને અેસઅારપીની ટુકડી તથા પોલીસ સ્ટાફે સાથે રહી અસામાજીક તત્વોના ઘરે કોમ્બીંગ કરી 21 લોકોની અટકાયત તથા 7 વાહનો અને હથિયારો કબ્જે લીધા હતા.અા અંગે પી.અાઇ.મીશ્રાઅે જણાવ્યુ હતુ કે કોઇ પણ અસામાજીક પ્રવૃતીને કે અસામાજીક ત્તવોને સાંખી લેવામા નહીં અાવે અને તેવા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.

હાલમાં તો પોલીસના જણાવ્યા પ્રમાણે મહુવા શહેરમાં શાંતિમય વાતાવરણ બની રહ્યું છે. તેમ છતાં પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...