21,60, 000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો, કારોબારમાં જોડાયેલા વધુ બેને ઝડપવા કવાયત

Veraval News - police arrested 21000 000 points conducted by two more involved in business 080019

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
ગીર-સોમનાથ જિલ્લામા નકલી નોટોનો કારોબાર કરતા અને રાષ્ટ્રના આર્થિક તંત્ર ને ચિન્નભિત્ર કરતી આરોપી ઓની ગેંગે ના સભ્યો સોમનાથ શોપિંગ સેન્ટર મા નકલી નોટ ખુસડવાની પ્રવૃત્તિ કરતા આરોપી ની ધરપકડ કરી તપાસ ચાલુ કરતાં અન્ય એક આરોપી ની પણ ગીર સોમનાથ એસ. ઓ જી દ્વારા ધરપકડ કરી આગળની તપાસ ના ચક ગતિમાન કરેલ છે. જાણવા મળતી વિગત અનુસાર આગામી 9 જુન ના રોજ એસઓજી પોલીસ સબ ઇન્સ્પેકટર વી. આર. સોનાર, તેમજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ નરવણસિંહ કાકુભા, તથા મુકેશ ટાંક, ઇબ્રાહીમ બનાવ, સુભાષ ચાવડા નરેન્દ્ર કછોટ, વિજયભાઇ બોરખતરીયા, ગોવિંદભાઇ વંશ, ભુરાભાઇ, અભયસિંહ, અસ્મીતાબેન ચાવડા તથા ભુપત મેધનાથી પ્રભાસ પાટણ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આરોપી પિયુષ પ્રદિપ કુબાવત નામનો (રહે, હરમડીયા) સોમનાથ શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનો મા ભારતીય બનાવટ ની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ 58,કુલ રૂ 1,16,000 જે રૂપિયા લઈ ને આવેલ જેની બાતમી એસઓજીના પોલીસ કોન્સ નરવણસિહ કાકુભાને મળેલ અને આરોપીની ધરપકડ કરેલ જ્યારે પોલીસ આરોપી પીયુષ ની વધુ પુછપરછ હાથ ધરતા અને મળી આવેલ નોટો એફએસએલ તથા બેંક અધિકારીઓ પાસે તપાસ કરાવતા પ્રાથમિક આ નોટો બનાવટી માલુમ પડેલ જેથી આરોપી પિયુષ પ્રદિપ કુબાવત ને લઈને હરમડીયા ગામે ગયેલ જ્યા એક મકાનમાં જાલી નોટોનુ ઝેરોક્ષ મશીન રાખી અને નકલી નોટો બનાવતી હોવાનુ ઝેરોક્ષ મશીન મળી આવેલ તેમજ આરોપી પિયુષ નો મિત્ર ચેતન યશંવત જાની રહે હરમડીયા તાલુક ગીર ગઢડા તેમજ સંજય નટુભાઈ રાઠોડ રહે, હરમડીયા, તેમજ વડોદરા ના યોગેશભાઇ વૈધ સહીત ના આરોપી મળી કલર પ્રિન્ટ થી ઝેરોક્ષ કરી બીજા લોકો ને છેતરવા માટે તથા તેમાંથી બનાવેલ જાલી નોટો બનાવતા જેમાંથી ગત તા 9 જુન ના રોજ આરોપી પિયુષ કુબાવત જાલીનોટો લઈ ને સોમનાથ ખરીદી કરવા જતા દુકાનદાર મન્યા ન કરતા અને નોટો ન ચાલતા એસ ઓ જી ની બાત નજરે આવી જતા આરોપી જાલીનોટો બનાવનું સામગ્રી તથા આરોપી ચેતન થશંવતરાય જાની રહેવાસી હરમડીયા તેમના ધરે થી ભારતીય બનાવટી ની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો 1022 એમ મળી કુલ નોટો નંગ 1080 જેના કુલ રૂપિયા 21,60,000 મળી આવેલ જેથી પિયુષ કુબાવત અને સંજય નટુભાઈ રાઠોડની એસઓજીએ ધરપકડ કરી ગુનો નોંધી કોર્ટમાંથી ચાર દિવસના રીમાન્ડ મેળવેલ જેમાં વધુ પુછપરછ હાથ ધરતા ચેતન યશવંતરાય જાની રહે હરમડીયા તથા યોગેશ ભાઇ વૈધનુ નામ ખુલતા પોલીસે આ બંને આરોપી ની ધરપકડ ચક ગતિમાન કર્યા છે. તસ્વીર: રાજેશ ભજગોતર

X
Veraval News - police arrested 21000 000 points conducted by two more involved in business 080019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી