પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વેરાવળ દ્વારા પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વેરાવળ દ્વારા પુલવામાં આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા બહાદૂર જવાનો માટે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યએ તેમની આત્માને ભગવાન સ્વર્ગ પ્રદાન કરે અને ભવિષ્યમાં આવી કોઈ પણ દુઃખદ ઘટના ન બને તેવી પ્રાર્થના કરી. આચાર્યએ તેમના વક્તવ્યમાં આવી અમાનવીય ઘટનાને વખોડી કાઢી હતી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...