તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળાસર, દેવપરા ગામેથી જુગાર રમતા 12 ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ તાલુકાના કાળાસર ગામે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે જસદણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ તાવીયા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા દેવરાજ નથુભાઈ કોતરા, લખમણ પોપટભાઈ કાગડિયા, રમેશ વિરજીભાઈ દુમાદીયા, ધર્મેશ ધીરૂભાઈ રંગપરા, વિજય વશરામભાઈ ભડાણીયા, પ્રવિણ વિરજીભાઈ કોતરા અને નીકુલ તળશીભાઈ કોતરા(રહેબધા-કાળાસર,તા-જસદણ) ને રૂ.10,910 ની રોકડ રકમ સાથે પકડી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી જસદણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં જસદણ તાલુકાના દેવપરા ગામે રામજી મંદિર નજીક ચાલતા જુગારધામ પર જસદણ પોલીસ કાફલો ત્રાટક્યો હતો. જેમાં જુગાર રમતા કાનજી કેશાભાઈ વાસાણી, વિભા તળશીભાઈ સદાદીયા, હમીર સુખાભાઈ સદાદીયા, ચોથા ગોવાભાઈ સદાદીયા અને રણછોડ રવજીભાઈ ચાવડા(રહેબધા-દેવપરા,તા-જસદણ) ને રોકડા રૂ.10,540 સાથે પકડી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી જસદણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જસદણના વીરનગર ગામની સીમમાં ભગવાનભાઈ દુદાભાઈ રાદડીયાની વાડી પાસે જુગારધામ ચાલતું હોવાની આટકોટ પોલીસને બાતમી મળતા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન આટકોટ પોલીસે જુગાર રમતા વિપુલ ભગવાનભાઈ રાદડીયા, કૌશિક જગદીશભાઈ રાદડીયા, ભુપત ધીરૂભાઈ રાદડીયા, ધ્રુવીક ભરતભાઈ રાદડીયા, વિપુલ લખમણભાઈ બરવાડીયા, મુકેશ મનસુખભાઈ રાદડીયા, વિપુલ રમેશભાઈ રાદડીયા અને જયસુખ હરીભાઈ રાદડીયા(રહેબધા-વીરનગર,તા-જસદણ) ને રોકડા રૂ.17,100 સાથે પકડી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી આટકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...