Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીની સાર્થક સ્કૂલમાં પ્લાસ્ટિક ફ્રી ઝુંબેશ યોજાઇ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતગૅત સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ (SHP) દ્વારા સાર્થક વિદ્યામંદિર-મોરબીના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય જાળવણી અંગેની માહિતી તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે પ્રેરિત કરી આરોગ્ય માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી ડૉ.પ્રકાશ દલવાડી, ડૉ. શ્ચેતા ઘોણીયા મેડિકલ ઓફિસર તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગ્રીન ઇવેન્ટનું આયોજન વિનય ઈનટરનેશનલ સ્કૂલ માં 11થી13 જાનયુઆરી દરમિયાન વાર્ષિકોત્સવ ને અનોખો બનાવવા માટે ત્યાં ના વિધાર્થી, સ્ટાફ, અને શાળા સંચાલક દ્વારા મોરબી માં પહેલી વખત “GREEN EVENT” નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રીન ઇવેન્ટ એટલે સમ્પૂર્ણ “PLASTIC FREE” ઇવેન્ટ જેમાં પ્લાસ્ટિક ની બોટલ, ડીશ, ગ્લાસ વગેરે નો ઉપયોગ કરવા માં નહિ આવે. જેમાં 3R (REDUCE, RECYCLE, REUSE) કોન્સેપ્ટ ને પ્રમોટ કરવા માં આવ્યો છે. જેમાં ૩૦૦ થી વધારે ઇકો-ફ્રેન્ડલી વસ્તુ કે જે વેસ્ટ માંથી બનાવી હોય તેનું એક્ઝીબીશન રાખવા માં આવ્યું છે ઉપરાંત તમે એક્ઝીબીશન માં વેસ્ટ વસ્તુ જેવી કા જીન્સ, પસ્તી, પ્લાસ્ટિક બોટલ વગેરે આપી ને ત્યાં થી ઇકો-ફ્રેન્ડલી વસ્તુ લઇ સકે છે. ગીન ઇવેન્ટ માં અલગ-અલગ કચરા નું વિભાજન અને વધારા ના ફૂડ માંથી ખાતર બનવામાં આવશે.