માણાવદરમાં પ્લાસ્ટીક બંધની કામગીરી માત્ર કાગળ ઉપર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા સમય પહેલા તંત્ર દ્વારા પ્લાસ્ટીક બંધની જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે પ્લાસ્ટીક એ અજર-અમર રાક્ષસ જેવું છે. જેનો નાશ થતું નથી અને આ પ્લાસ્ટીક પશુઓ ખાવાથી તેને પણ નુકસાન થાય છે. ત્યારે પ્લાસ્ટીકનાં ઝભલાના વપરાશ પર દંડની જોગવાઇ કરવામાં આવી છે. તે માત્ર કાગળ પર હોય તેવું દેખાઇ રહયું છે.

માણાવદર પાલિકા દ્વારા પ્લાસ્ટીક બંધ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને જે કોઇ પ્લાસ્ટીકનાં ઝભલાનો ઉપયોગ કરે તેમની પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હાલ આ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું દ્રશ્ય ખડુ થવા પામ્યું છે. શહેરનાં બહારપરા ચોકમાં ખુલ્લે આમ પ્લાસ્ટીકનો કચરો જોવા મળી રહયો છે. ત્યારે રખડતા પશુઓ આવા પ્લાસ્ટીકનાં ઝભલામાં રહેલા ખાદ્ય પદાર્થને આરોગતા તેમને પણ તેમનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તસ્વીર - નિલેશ પાણખાણીયા

અન્ય સમાચારો પણ છે...