તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર મહિને બે લગ્નાેત્સવનું અાયાેજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરામાં પ્રતાપરાય મથુરાદાસ રાજદેવ પ્રેરિત જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર મહિને લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં બે દીકરીઓના લગ્ન કરી કરિયાવર અર્પણ કરવામાં આવે છે. અહીં જલારામબાપાના સાનિધ્યમાં અને તેમના આશિર્વાદના કારણે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજરાેજ પણ અહીં લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં બે દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી કરિયાવર અર્પણ કરવામાં આવ્યો હતો. મથુરાદાસ રાજદેવ પ્રેરિત જય જલારામ મંદિર ટ્રસ્ટની આ ઉમદા સેવાની બાબરા તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. બાબરામાં અમરેલી રોડ તરફ અાવેલ પ્રતાપરાય મથુરાદાસ રાજદેવ પ્રેરિત જય જલારામ મંદિર દ્વારા દીકરીઓને પરણાવાનો અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અહીં મંદિરમાં પૂજ્ય જલારામબાપાના સાનિધ્યમાં દર મહિને બે લગ્ન યોજાઈ રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી આ સેવા યજ્ઞ પ્રતાપરાય મથુરાદાસ પ્રેરિત જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં દસ દીકરીઓને પરણાવામાં આવી છે. અને કોઈપણ જાતની ફી કે ખર્ચો લીધા વગર ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. કોઈપણ જાતની જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર અહીં સેવા કરવામાં આવી રહી છે. કોઈપણ સમાજના લોકો ભાગ લઈ શકે છે. કોઈ પરિવારને લગ્નમાં ભાગ લેવો હોય તો તે પરિવાર દ્વારા જય જલારામ મંદિરના ટ્રસ્ટી દીપકભાઈ સેદાણી, કાળુભાઇ વણઝારને નાેંધણી કરાવી શકે છે.

બાબરા જલારામ મંદિરે લગ્નાેત્સવ યાેજાયાે: પાંચ મહિનાથી કાર્ય શરૂ

_photocaption_નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા. } રાજુ બસીયા
*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો