તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ કોર્ટ સંકુલ પાસે ન્યાયમૂર્તિઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ| શહેરની મધ્યમાં નવનિર્મિત કોર્ટ સંકુલ પાસે નામદાર ઉચ્ચન્યાયાલયની સૂચનાથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોંડલ જ્યુડિશિયલ ડીપાર્ટમેન્ટ વકીલ મંડળ સહિતનાઓ હાજર રહ્યા હતા. આ તકે ન્યાયમૂર્તિ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ.પી.પુરોહિત, એચ.આર.મહેતા, સિનિયર સિવિલ જજ પી.એન.ચવળ, યુ.એસ.કાલાણી, એમ.એસ.કાપડિયા, આરએએફ તૃપ્તિબેન જોશી તથા કોર્ટ સ્ટાફ તેમજ ગોંડલ બાર એસોસિયેશનના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હેમલતાબેન મોહનભાઇ સોજીત્રાએ તેમના સ્વર્ગસ્થ પતિ મોહનભાઈ પી.સોજીત્રાના સ્મરણાર્થે સ્મૃતિ વૃક્ષ અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...