તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુના ઉગલામાં 66 કેવી લાઇનમાં ટીખળખોરોએ તાર નાખતા ધડાકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાના જુના ઉગલામાં ટીખળ ખોરો દ્વારા અઠવાડીયાથી વારંવાર 66 કેવી લાઇનમાં તાર નાખતા બધા વાયર ભેગા થઇ જતાં ભડાકો થાય છે. જેના કારણે ત્રણ ગામનો વીજપુરવઠો ખોરવાય જતો હોય વીજતંત્રને ફરી ખર્ચો ભોગવવો પડે છે. મળતી વિગત મુજબ ગીરગઢડાના જુના ઉગલા ગામે પસાર થતી 66 કેવીની વીજ લાઇનમાં કોઇ ટીખળખોરો દ્વારા વારંવાર તાર નખાતા ધડાકા થાઇ છે. જેના કારણે જુના ઉગલા ઉપરાંત અંબાળા અને નવાઉગલા ગામના લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે આ ખેતી વાડીની લાઇન હોય જેના કારણે ખેતરે કામ અટકી પડે છે. તો બીજી તરફ આ લાઇનને શરૂ કરવા માટે વીજ કંપનીને પણ ખર્ચો ભોગવવો પડે છે. આમ વિચીત્ર મનોવૃતિ ધરાવતા કોઇ શખ્સો દ્વારા આવી પ્રવૃતિ કરાતા હાલ તેનો ભોગ ખેડૂતો અને વીજ કંપનીને ભોગવવાનો વારો આવ્યો છે. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...