ખંભાળિયામાં નિયમિત સફાઇ ન થતાં ઠેર-ઠેર કચરાના ઢગલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા સ્વચ્છતા અભિયાનને પાલિકા તંત્ર હવે ભુલી ગયું હોઇ તેમ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે.શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત રીતે સાફ સફાઇ ન થતિ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.પરિણામે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ખતરો તાેળાઇ રહયો છે. શહેરમાં સફાઇ વ્યવસ્થા સુદ્દઢ બનાવવા માટે વોર્ડ મુજબ એક એક સેનીટેશન ઇન્સ્પેક્ટરની નિમણુક કરવા પાલિકા સફાઇ સમિતિના ચેરમેને પાલિકા ચિફ ઓફીસરને રજુઆત કરી હતી.

ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથ સાફ સફાઇ વ્યવસ્થા ખાડે ગઇ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.શહેરના સતાવારા વાડમાં નિયમિત ઉભરાતી ગટરોનું પાણી નગરગેટ પાસેના રામ મંદિર સુધી પહોંચતા માર્ગ પરના રાહદારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ ગટરોના દુર્ગંધયુક્ત પાણીની દુર્ગંધથી ભારે ત્રાહીમામ પોકારી ગયા છે.

પાલિકા દ્વારા સફાઇ કર્મચારીઓ કડક સુચના ન અપાતા નિયમિત સાફ સફાઇ ન થતા સફાઇ અંગે સમસ્યા સર્જાઇ રહી છે. શહેરમાં સફાઇ વ્યવસ્થા સુદ્દઢ બનાવવા માટે પાલિકા સફાઇ સમિતિના ચેરમેન જયશ્રીબેન ધોરીયાએ ચિફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરીને એક-એક સેનીટેશન ઇન્સ્પેક્ટર મુકવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...