તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠી તાલુકાના દુધાળા પ્રાથમિક શાળા ખાતે પાંચમાં તબક્કાનો 10

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઠી તાલુકાના દુધાળા પ્રાથમિક શાળા ખાતે પાંચમાં તબક્કાનો 10 ગ્રામ્ય વિસ્તારોનો સેવાસેતુ તાલુકા મામલતદાર મણાતની અધ્યક્ષતા યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ અંતર્ગત છેવાડાના માનવી સુધી જઇ તેમની સમસ્યા પ્રશ્નોનો નિકાલ કરવાના સુંદર અભિગમ સાથે શરૂ કરાયેલ સેવાસેતુનો પાંચમાં તબક્કાનો દસ ગ્રામ્ય વિસ્તારો માટે આયોજન કરાયુ હતુ.

સરકારના દરેક વિભાગોના પ્રતિનિધી, કર્મચારીઓ દ્વારા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના નિયત નમૂના સાથે હાજર કચેરીઓ અન્ન પુરવઠા, સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ, વન પર્યાવરણ, પી જી વી સી એલ, પાણી પુરવઠા, માર્ગ પરિવહન, પોલીસ, પંચાયત, પશુપાલન સહિત દરેક કચેરીઓના કર્મચારીઓની ઉપસ્થિતિમાં મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...