તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી લોકસભા ચુંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરે તે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભા ચુંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચુંટણી તંત્ર મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યા મંદિર દ્વારા અગામી ૨૩મી એપ્રિલના રોજ વધુને વધુ લોકો મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શહેરના માર્ગો પર મતદાન જાગૃતિ સંદેશ સાથે થ્રી ડી પેન્ટીગ કરી લોકોને મતદાન કરવા આપી કરવામાં આવી રહી છે. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ૭ તબક્કામાં થનારા મતદાન પ્રકિયાના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે જયારે તા ૧૮મી ના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે ગુજરાત રાજ્યની ૨૬ લોકસભા સીટની મતદાન પ્રકિયા આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાશે અને આ દિવસે લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વાર જોરશોરથી જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.આમાં અનેક શૈક્ષણિક અને સામાજિક સંગઠન પણ સાથે જોડાઈ રેલી, જાહેર સ્થળ પર ઠેર ઠેર મતદાન અંગેના બેનર,હોર્ડિગ્સ વગેરે લગાવી રહ્યા છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યા મદિર દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ કર્યો અને શહેરની સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ પાસે રોડ પર મતદાન કરવા આપીલ કરતું થ્રી ડી પેન્ટિંગ બનાવ્યું હતું અને ત્યાંથી પસાર થતા લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...