ઊનામાં 1 કલાક વહેલી વીજળી જતા લોકો પાણી વગરનાં રહ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનામાં ગ્રાહકોને મેસેસ કરી વીજપુરવઠો શનિવારે સવારે 8 થી 5 સુધી બંધ રહેશે. તેવું જણાવવામાં આવેલ હતું. પરંતુ સવારે 8ને બદલે 7વાગ્યામાં જ વીજપુરવઠો બંધ કરી દેતા કચવાટ જોવા મળેલ હતો. શહેરમાં પીજીવીસીએલ દ્વારા શનિવારે વીજપુરવઠો બંધ કરી મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે લોકોને મેસેજ દ્વારા જાણ પણ કરી દેવાય હતી. પરંતુ વહેલી સવારે 7 વાગ્યે વિજપુરવઠો બંધ કરતા લોકોને સવારે નળકનેક્શનમાં પાણી આવતુ હોય અને તે પણ લોકોને પીવા તેમજ ઇલેકટ્રીક મોટર દ્વારા ટાકીમાં સંગ્રહ કરતા હોય છે. આ વીજપુરવઠો બંધ કરતા લોકો પાણી વગર હેરાન પરેશાની થયા હતા. આ અંગે પીજીવીસીએલના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે વીજપુરવઠો બંધ કરવાનો સમય 8 નો મેસેજ લોકોને કરવામાં આવેલ પરંતુ 66 કેવી માંથી વહેલી સવારે 7 વાગ્યા બાદ પાવરને સટડાઉન કરેલ હતું. આમ ઊના શહેરમાં પીજીવીસીએલ દ્વારા સવારે 8 ને બદલે વહેલા 7 વાગ્યે વીજપુરવઠો બંધ થતા લોકો હેરાન પરેશાન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...