સિહોર તાલુકાના સણોસરા ગામે ઓવર હેડ ટાંકીના અભાવે લોકો ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર તાલુકાના સૌથી મોટા એવા સણોસરા ગામે ગામની વસતીના પ્રમાણમાં ઓવરહેડ ટાંકી નથી. હાલમાં જે ટાંકી છે તે વર્ષો જૂની ટાંકી છે. અને તેની કેપેસીટી પણ સાવ ઓછી છે. પરંતુ ગામમાં મોટી ઓવર હેડ ટાંકી નથી.જો ગામમાં મોટી ઓવર હેડ ટાંકી હોય તો તેમાં પાણીનો સંગ્રહ કરી શકાય અને તેમાંથી ગામમાં પાણી વિતરણ કરી શકાય. સણોસરા ગામ મોટું ગામ છે. અહીં લોકભારતી નામની વિખ્યાત સંસ્થા પણ આવેલી છે.બેંકો આવેલી છે. આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોના હટાણાનું કેન્દ્રબિંદુ છે.અત્યારે ઘણા ગામોમાં આ પ્રકારના પાણીના ઓવરહેડ ટાંકીની સુવિધા છે.

તો આટલા મોટા સણોસરા ગામમાં શા માટે નહીં ? આ પ્રકારના પ્રશ્નો સણોસરાવાસીઓમાં ચર્ચાઇ રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ વસતી વધવાની છે. લોકોની પાણીની જરૂરિયાત વધવાની છે. સણોસરાવાસીઓને મોટા ઓવર હેડ ટાંકીની સુવિધા વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય એવી સણોસરાવાસીઓની લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...